જેનું આખું જીવન રસોડામાં નીકળી જાય ને એ મા
અને પાછું તમને એમ પણ ના પૂછે કે મારી જિંદગી શું છે ??
એણે પોતાના અસંખ્ય સપનાઓ તમે મોટા થઈ રહ્યા છો..અને તમારા વિકાસમાં કોઈ ઉણપ ના આવે એ માટે નેવે મૂકી દીધા હશે..
એ આગ્રહ કરીને તમને જમાડેને તો ખોટું ના લગાડશો ..કેમ કે એણે..આખી જિંદગી એ જ કર્યું છે.. એ..તમે ગમે ત્યાં હશો..પૂછશે..બેટા જમ્યો..?
તમે સાસરે થી મા ના ઘરે જશોને તો એ કેહશે..હજી લે ને બેટા..તમારા પતિને આગ્રહ કરશે.. તમે આવવાના છો એ સમાચાર સાંભળી ને એ એટલી ખુશ થઈ જશે કે.. લાવ ને ઢોકળાં નું પલાળું..મારી દીકરી ને બહુ ભાવે ને..,,ક્યારેક તમને કહેશે..તને પુરણપુરી બહુ ભાવે ને ..તું આવ એટલે બનાવીશ..,તમે ગમે તેટલા મોટા થઈ જાવ.. પણ માના હાથનું જમવાનું અને એ મીઠાશ તમને પત્ની ના હાથના જમણમાં પણ નહિ મળે..
એ ભલે.. મલ્ટી ક્વિઝન કે કોંટિનેંટલ ફૂડ રેસ્ટોરન્ટ જેવું જ બનાવતી હશે..પણ.. મમ્મી ના હાથ જેવી દાળ તો નહિ જ બનતી હોય..
તમારાં લગ્ન પછી પણ જો માના હાથનું જમવાનું મળે ને તો પોતાને સૌથી નસીબદાર ગણજો..
કારણકે આવું સૌભાગ્ય દીકરીઓના નસીબમાં પણ નથી હોતું…
Happy Mother’s Day મા ♥️
10-5-2020
- ચેતના ભટ્ટ