ये दिल

हर गम भूल जाने को कहता है ये दिल,
अब जख्म न सहने को कहता है ये दिल,

टूट चूका ये जितना टूटना था-
अब न ये टूट पायेगा,
अब तो बिखरे टुकडो पे भी,
रोने को न कहता है ये दिल,
आखों के आंसू भी अब तो सुख गए,
दर्द बयां कैसे करें,
पूछता है ये दिल,

जब न थी कोई मंजिल, उन् राहों की,
तो क्यों उन्ही राहों पे चलना चाहता है ये दिल,
अब भी कहीं इन अंधेरों में, रौशनी को ढूंढ कर,
उस रौशनी में ही रहना चाहता है ये दिल,
बयां कर दे तू अपने जख्मोको,
और मिटा दे ये आँखों कि नमी,
फिर भी क्यों दर्द को सहता रहता है ये दिल,

भूलाना चाहे हम, अगर उन पलो को तो क्यों,
उन् पलों को, पुकारता है ये दिल,
आँखों में ये नमी तो तब भी थी, अब भी है,
उस नमी को छुपाने को, कहता है ये दिल,

हर गम भूल जाने को कहता है ये दिल,
अब जख्म न सहने को कहता है ये दिल …..

શેર કરો..
  • Print
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Google Bookmarks
  • LinkedIn
  • StumbleUpon
  • email
  • PDF
અભિપ્રાય આપો | વિભાગ: हिन्दी, કાવ્ય | Tagged ,

વ્હાલી માં

મારી નવી રચના મારી વ્હાલી માં માટે ..I Love U Maa…

માં , ઓ માં ! મારી વ્હાલી માં ,
તારો ખુબ ખુબ આભાર.

તું મને આ જગમાં લાવી ,
સુંદર ઉછેર કરી મારી દુનિયા સજાવી ,
સંસ્કારી બનાવી ,સીંચી સુંદર સંસ્કાર ,
વ્હાલી માં ! તારો ખુબ ખુબ આભાર ..

નવ-નવ મહિના તારા દેહમાં સમાવી ,
અસહ્ય પીડા વેઠી આ દુનિયામાં લાવી ,
તોયે હતો હૈયે હેત અપાર ,
વ્હાલી માં ! તારો ખુબ ખુબ આભાર ..

કેટલાયે દુઃખો વેઠી સુખ અમને આપ્યા ,
કટુ પોતે ખાઈ મધુ અમને ખવડાવ્યા ,
કદી ના કર્યો તે દુઃખનો ઉહ્કાર ..
વ્હાલી માં ! તારો ખુબ ખુબ આભાર ..

ફરી જો હું આ ધરતી પર આવું,
તારી જ કુખે હું અવતાર પામું ,
ફરી પામે ‘શબનમ’ તારો પ્રેમ અનરાધાર ,
વ્હાલી માં ! તારો ખુબ ખુબ આભાર ..

શેર કરો..
  • Print
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Google Bookmarks
  • LinkedIn
  • StumbleUpon
  • email
  • PDF
અભિપ્રાય આપો | વિભાગ: કાવ્ય |

મૃગજળ..

દુ:ખ તો તને પણ થતું હશે ને, મૃગજળ!
પાણી નો છાંટોય નથી ને લોકો સમજે ઝરણ છે!

પણ, તું લોકો ને નાનકડી ખુશી આપે છે,
તું છે તો સુકા રણ નું પાણીદાર વાતાવરણ છે!

ને વળી ફરવા જવાનું મન થાય તો જવું ક્યાં?
તારું કાયમી રહેઠાણ તો અફાટ રણ છે!

કદાચ એકલતા એ જ તને બેરહેમ બનાવ્યું હશે,
એટલે જ તો તું કાયમ તડપાવે હરણ છે!

આમ તો રહ્યું તું નિર્જીવ છતાં, ઓ મૃગજળ!
તું છે તો જીવવાની આશ છે, તું છે તો મરણ છે!

મજાની વાત એ છે કે અસ્તિત્વ નથી તોય,
પ્રેમિકા જેટલા કાવ્યો તારા નામે પણ છે!

શેર કરો..
  • Print
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Google Bookmarks
  • LinkedIn
  • StumbleUpon
  • email
  • PDF
1 અભિપ્રાય | વિભાગ: કાવ્ય |

સ્વાર્થ

નજરમાં નેહ નથી, હૃદયમાં સ્નેહ નથી ,
બદલાયા છે મૂલ્યો માનવજાતના,
વરસે છે અનરાધાર,
પણ તે લાગણીઓનો મેહ નથી ..

મળ્યા , હસ્યાં, બોલ્યા ,
કામ પત્યું હાલતા થયા,
સ્વાર્થના સગાં છે સૌ ,
એમાં કોઈ સંદેહ નથી ..

માતા-પિતા એ કર્યા મોટા,
તોયે સિક્કા નીકળ્યા ખોટા,
વૃદ્ધાશ્રમનું બારણું બતાવે ,
કોઈ આદર કે કોઈ પ્રેમ નથી ..

રૂપિયો ધરી કરોડ માંગે ,
તારા બનાવેલા, પ્રભુ ! તને બનાવે ,
આ તે કેવી ભક્તિ ‘શબનમ’,
સુકા હૈયાનાં કોઈ વેહ નથી ..

શેર કરો..
  • Print
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Google Bookmarks
  • LinkedIn
  • StumbleUpon
  • email
  • PDF
6 અભિપ્રાય | વિભાગ: કાવ્ય |

Yeh Jo Desh hai tera…….

(भोला, संसद, और ‘भोली जनता’)

‘हमरा ‘भोला’ के संसद में जाने के खबर सुनकर हमारे मन में एक साथ कई विचारों ने हमला बोल दिया.
एक तो ऐसे लगा कि हमने आसमान छु लिया हो, या मानो कोई बहोत बड़ी चीज़ हासिल कर ली हो,या फिर पल में ऐसे लगा कि मानो अब तो ‘सैयां भये कोतवाल- अब डर कहे का’, अब सारी समस्याएं खत्म, अब तो एक अकेली ‘कलावती’ ही क्यों बाकी विधवाओं को भी सहायता मिलेगी जिनके किसान पतियों ने ‘क़र्ज़ के बोझ’ के कारण अपने ‘शरीर’ से ‘जिंदगी का ही बोझ’ हटाना बेहतर समझा. पर जिन लोगोंके साथ अब भोला बैठने वाला है उनका ख्याल आते ही हम आसमान से सीधे ‘सियासत की मारी लाचार भारतीय जनता’ की धरातल पर गिर पड़े. भोला सही में कुछ कर पायेगा आम जनता के लिए?, क्या किसी सामाजिक समस्या का हल निकल पायेगा?, और क्या भोला चाहकर भी कुछ कर पायेगा अपने समाज या देश के लिए?, ऐसे कई प्रश्न उभर कर आये.

क्योंकि आज भोले का जो मक़ाम इस देश में है वो ‘भगवान’ से कम नहीं है, हमारे देश की जनता ‘भोले’ को भगवान की तरह पुजती हैं. भोले ने बहुत छोटी उम्र में कबड्डी खेलना शुरू किया और अपनी मेहनत से इस खेल में कई उपलब्धियाँ हासिल की. एक तो ये कि हमारा भोला ,कबड्डी के खेल के सारे रिकार्ड जिसके नाम पर है, जो कई साल से कबड्डी खेल रहा है और आगे भी कई साल तक खेलते रहने कि उम्मीद है और ‘बंदे’ में दम भी है, पर अचानक ही हमारी देश कि सरकार ने भोला को राज्य सभा के लिए ‘नामिनेट’ किया तो ‘खुशी’ मनाये कि नहीं यह समझ नहीं आया. भोले जैसा लोकप्रिय व्यक्ति , चाहता तो इस ‘आफर ‘ को ठुकरा भी सकता था. पर भोला जैसे दिखने में ‘मासूम’ वैसे ही दिल का भी ‘अच्छा’ (जान बूझकर ’सच्चा’ शब्द का प्रयोग नहीं कर रहा हूँ), इसलिए चिंता सताती है कि एक से बढ़कर एक ‘घाग’ राजनीतिज्ञों के बीच ‘भोले’ का क्या होगा? , क्या भोला अपने खेल के मक़ाम को बनाये रखते हुए देश कि समस्याएं सुलझाने में भी कुछ मदद कर पायेगा?

भोला चाहता तो चुनाव लड़ता और जीतकर ही संसद में जाता और फिर लड़ता हम जैसे गरीब लोगो के लिए. क्या है न, आखिर हम तो ठहरे ‘कामन मैन’, ले देकर हमारा ध्यान वही ‘पानी’,’बिजली’,’सड़क’,’बच्चों की पढाई’, ‘सुकून’ कि ‘जिंदगी’, इसी पर अटक जाता है, वर्तमान को ही सँवारने में लगे रहते है, ‘फुचरवा’ का सोचते नही है, स…… हम तो बस हर ‘हीरो’ में ‘मसीहा’ ढुंढने लगते है, जो ‘हमारे’ बिना कुछ किये, ’हमारे’ लिए, ‘हमारी’ सारी परेशानियां हल करे … जय हो !!!

શેર કરો..
  • Print
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Google Bookmarks
  • LinkedIn
  • StumbleUpon
  • email
  • PDF
અભિપ્રાય આપો | વિભાગ: यह जो देश है तेरा.. |

થાકી ગયો છું..

અટકાયેલો અધવચ્ચે
ન રસ્તો ન ચીલો
છું તારી જ રાહ પર અય ખુદા,
પણ દિશાશૂન્ય …
થાકી ગયો છું..

રોજ રોજ……. નમાઝ
સજદા
બંદગી,
તને પામવાના અખતરા કરી

અય ખુદા,
થાકી ગયો છું..

છળ્યો ખુદને ….
કરી માનતાઓ,
હતું એ જ તો નસીબ મારું,
લોબાન,
મુસ્સલ્લો ,
તસ્બીહ,
ભાર આ સમજણ કેરો ઉંચકાતો નથી,
અય ખુદા….
થાકી ગયો છું..

લગભગ એક યુગથી
નથી આવ્યું કોઈ આંસુ લુછવા,
ભાર આ ભીંજાયેલી પાંપણોનો ઉંચકાતો નથી,
અય ખુદા…
થાકી ગયો છું

બેસી રહ્યો માથે હાથ દઇ,
નામ દઇ નસીબ નું આ “મુસ્તાક”,
નઝર કર રહેમ ની,

કરમ કર અય ખુદા,
તુજ હાથે ઘડાઈને
તારા જ આ જગમાં,
થાકી ગયો છું..
શેર કરો..
  • Print
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Google Bookmarks
  • LinkedIn
  • StumbleUpon
  • email
  • PDF
અભિપ્રાય આપો | વિભાગ: અછાંદસ |

હું એક શિક્ષક છું

મિત્રો, આ કાવ્ય મારા કાર્યને સમર્પિત છે…મારા શિક્ષકો કે જેમણે મારા જીવન ઘડતરમાં ભાગ ભજવ્યો તેમને હું નમન કરું છું .. ને હું ખરેખર ખુશ છું કે હું એક શિક્ષક છું, ને હું પણ કોઈના જીવન ઘડતરમાં ભાગ ભજવી શકીશ..

બાદશાહ ભલે બિરાજતો ઉચ્ચ સિંહાસને ,
હું તો બાળ હૃદયાસને બિરાજતો શહેનશાહ છું,
હા, હું એક શિક્ષક છું..

છળ,પ્રપંચ ને દાવપેચ સાથે કામ કરવું પડે લોકોને ,
મારું કામ નિર્દોષ હાસ્ય સાથે,
અહા! કેવો ભાગ્યશાળી હું શિક્ષક છું..

CRC, BRC ,SMC અને બીજા ઘણાય સિંહ ,
બધા સાથે કુનેહપૂર્વક કાર્ય કરતો
એવો હું શિક્ષક છું ..

વસ્તી ગણતરી , ચુંટણી કે હોય ભલે ગુણોત્સવ,
બધાને હિંમતભેર પાર કરતો ,
સક્ષમ હું શિક્ષક છું..

વર્ગમાં મ્હાલું તો વનરાજથી ઓછો નહીં,
પણ હૈયે હેત જનની સરીખો,
એટલે જ ‘માસ્તર’ કહેવાતો,હું શિક્ષક છું.

ભારતનું ભાવિ ઘડાય વર્ગખંડોમાં ,
એ ભાવિનો હું ઘડવૈયો છું,
તેથી ગર્વથી કહું છું કે હું એક શિક્ષક છું.

શેર કરો..
  • Print
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Google Bookmarks
  • LinkedIn
  • StumbleUpon
  • email
  • PDF
અભિપ્રાય આપો | વિભાગ: કાવ્ય |

નીરવ શાંતિ..

કેવી બેવફાઈ, કેવી બેરુખી,
કોને શુ જોઈએ છે,
ક્યા ખબર છે કોઈને..?

આ શાની તરસ છે..શાની અભિપ્સા..???
અપેક્ષાના ઢગલામાં,આશાની વાટ છે.

બસ..

પ્રેમને શોધતી મારી આંખ અને …….નીરવ શાંતિ.

શેર કરો..
  • Print
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Google Bookmarks
  • LinkedIn
  • StumbleUpon
  • email
  • PDF
અભિપ્રાય આપો | વિભાગ: અછાંદસ |

નથી ગમતા

છું ઇશ્ક નો ઉપાસક,
મને ઔપચારિક વ્યવહાર નથી ગમતા
આ બાગ મારું,
આ વસંત પણ મારી,
કોઈએ ઉછીના આપેલ બે ચાર ફૂલ નથી ગમતા..

છું મનમોજી ને રચું હું સુવાસમાં,
છે ભ્રમરવૃતિ મારી,
શમ્મા થી જલતા પરવાના નથી ગમતા..

લઇ લઉં છું મજા હર એક વાતની
માની પ્રભુ નો પાડ
નામ નસીબનું દઈને
આમ માથે હાથ દઇ બેસનારા નથી ગમતા

રહી જાય બહારમાં પણ,
કેટલીય કળી ઓ અધ્ધ ખીલી
તો પાનખરમાં વસંત કેમ ન હોય?
વણસમજ્યે કોઈ પણ વાતમાં વાંક કાઢનારા નથી ગમતા

હસતો રહીશ તો દુનિયા તારી
આંસુનો લૂછનાર કોઈ નથી
છે આગવી આપવીતી અહી હર કોઈ ની “મુસ્તાક”
એટલે જ આ જગને રોનારા નથી ગમતા

શેર કરો..
  • Print
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Google Bookmarks
  • LinkedIn
  • StumbleUpon
  • email
  • PDF
1 અભિપ્રાય | વિભાગ: Uncategorized |

જાગે એક કવિતા..

રોજ રાત પડે ને,
જાગે એક કવિતા.
દિવસના કામમાં,થાકમાં,
વ્યવહારમાં,ભાગદોડની પળોજળમાં,
સ્ફૂરે કવિતાને,
ઓસરી જાય શબ્દો..
જેવી રાત પડેને ,
જાગે એક કવિતા….

શેર કરો..
  • Print
  • Digg
  • del.icio.us
  • Facebook
  • Google Bookmarks
  • LinkedIn
  • StumbleUpon
  • email
  • PDF
3 અભિપ્રાય | વિભાગ: અછાંદસ |