અવિનાશ અભંગ (સ્ક્રેપવાલા)

આપ સૌ ને મારા સપ્રેમ નમસ્કાર..
હું અવિનાશ પ્રભાકર અભંગ એક ‘સિમ્પલ’ માણસ છું. ભારતીય હોવાનો મને ગર્વ છે અને ભારત ના ઇતિહાસને હું અભિમાન માનું છું..

સાદગીમાં અને ઈશ્વરમાં મને ઘણો વિશ્વાસ છે. મારા ઈશ્વરે દરેક વખતે મારા ઉપર કૃપાદૃષ્ટિ રાખેલી છે અને જીવન માં મને ઘણા બધા મિત્રોનો સાથ મળેલ છે એટલે જ તમારા જેવા પ્રેમ કરનારા મિત્રો પણ ઈશ્વરે મને આપેલ છે. આપણે સૌએ સંપૂર્ણ સૃષ્ટિમાં ઈશ્વરનું દર્શન કરવું જોઈએ, અને એટલેજ આ સુંદર સૃષ્ટિની, પર્યાવરણની રક્ષા એ આપણા સૌ ની જવાબદારી છે.

જીવન સકારાત્મકતા થી આગળ વધે અને બધા માણસો પોતાની સકારાત્મક શક્તિથી ‘રામ રાજ્ય’ નું નિર્માણ કરે એવી મારી ઈચ્છા છે, એ જ માટે હું ઈચ્છું છું કે આપણે સૌ પોત પોતાની ‘વાસ્તવિક અંતર નિહિત શક્તિ’ ઓળખીને એનો ઉપયોગ બધાને ફાયદાકારક રીતે કરીએ. દરેક વ્યક્તિ આ પ્રયત્ન કરે તો આપણે સૌ ને શાંતી અને ખુશી મળે એમાં સંદેહ નથી. રચનાત્મક કાર્યોમાં મને ખૂબ રસ છે. હું પર્યાવરણ, કલા અને પ્રેમ ના પુજારી છું. મને પુસ્તકો / કવિતાઓ વાંચવાનો શોખ છે. પુસ્તકોનો સંગ્રહ કરવાનો, હિન્દી ફિલ્મો (ખાસ કરી ને જૂના હિન્દી ફિલ્મો ના) ગીત/સંગીતનો સંગ્રહ કરવાનો અને એ સાંભળવાનું મને બહુ ગમે છે. પુસ્તકો માં સાહિત્યિક રચના, તેમજ કવિતા સંગ્રહ, કાદમ્બરી, કથા અને વ્યક્તિત્વ વિકાસ ના પુસ્તકો માં મને વધારે રસ છે.

મને લખવું પણ બહુ ગમે છે. મારા લખાણ દ્વારા મારા વિચારોને વ્યક્ત કરવાનો હું પ્રયાસ કરું છું અને મારા વિચાર આપ સૌ સુધી પહોચાડવાનો પ્રયાસ કરું છું. આપણા સમાજમાં ઘટતી અસામાજિક ઘટનાઓ મારી લાગણીઓને દુભાવે છે અને મારા મનની ભાવનાઓ પ્રબળતાથી કહે છે “લખો””.. એજ કારણે હું લખું છું, અને મારા મન માં આવેલા વિચારોને આપ સૌ સાથે શેર કરું છૂં .

મારા મૂળ ગામ અકોલા – મહારાષ્ટ્ર છે, પણ છેલ્લા સાડા છ વર્ષથી હું કચ્છમાં છું. કચ્છની ધીંગી ધરા, અહીંની શાંતી, સર્વ્ ધર્મ સમભાવ, જીવદયાના પ્રેમ કરનારા અને સામાજિક બાંધીલકી સંભાળનારા લોકો મને બહુ ગમે છે. એટલા માટે જ મેં મુન્દ્રા શહેર માં સ્થાયી થવાનો નિર્ણય કરી લીધો છે.
અને અંતે આપ સૌ નો ખૂબ આભાર.. અમારા આ પ્રયાસને માણવા, એને વધારે માણવા લાયક બનાવવા માટે આ બ્લોગની વારંવાર મુલાકાત લેતા રહેશો અને અમારા કાર્ય ને આપના અભિપ્રાય દ્વારા પ્રોત્સાહિત કરતા રહેશો..

મારા સહ સંચાલકો આશિષ,ચેતના, નિરાલી અને હાર્દિકનો પણ હું ખુબ આભારી છું, જેમણે આ બ્લોગની રચનામાં પાયાનો ભાગ ભજવ્યો છે.. અને મને એમના સદસ્ય તરીકે આવકાર આપેલો છે. હું આ બધા મિત્રોનો આભારી છું અને હું આ બધા મિત્રોને શુભકામનાઓ આપું છું…

(અત્યારે તો મારી પોસ્ટ હિન્દી અથવા અંગ્રેજીમાં લખું છું, પણ ભવિષ્યમાં ગુજરાતીમાં પણ થોડું લખાણ લખવાનો પ્રયાસ કરીશ..)

મારો સંપર્ક કરવા માટે ના રસ્તા:
ઈ મેઈલ: avi_abhang@yahoo.co.in , aviabhang@indiatimes.com
લિન્ક્ડઇન, ફેસબુક, અને આ બ્લોગ તો છે જ..

Be Sociable, Share!

8 Responses to અવિનાશ અભંગ (સ્ક્રેપવાલા)

 1. Anjali says:

  Very nice to know about you sir..

  Its also amazing that even being a non-Gujarati, you have learnt Gujarati language and have interest in writing in Guj too..

  Also liked your thoughts on environment and positiveness…

  We are always with you… keep inspiring us…

 2. Hema says:

  અવિનાશ ભાઈ કેમ છો?
  હું તો તમને અને તમારા પરિવાર ને લાંબા સમય થી ઓળખું છું પણ તમારા વિચારો ને હું આજે ઓળખી …
  મને ખુબજ આનંદ થાય છે કે તમે કચ્છ ના નથી છતાં , કચ્છ ને અને કચ્છ ના લોકો ને અપનાવી લીધા છે . કચ્છ ની ધરા જ એવી છે જે બધાને પોતાની કરી દે છે.

  ‘કચ્છની ધીંગી ધરા, અહીંની શાંતી, સર્વ્ ધર્મ સમભાવ, જીવદયાના પ્રેમ કરનારા અને સામાજિક બાંધીલકી સંભાળનારા લોકો મને બહુ ગમે છે. એટલા માટે જ મેં મુન્દ્રા શહેર માં સ્થાયી થવાનો નિર્ણય કરી લીધો છે.’

  તમારી આ લાઈનો મને ખુબ ગમી ગઈ.
  ધન્યવાદ .. અને આમજ ઘણું લખતા રહેજો.

 3. નિરાલી says:

  Hello Avinashji.. Nice to know about you.. We are really very lucky to have you on the site.. We will get a great inspiration from your simplicity, responsibility and positiveness.. And of course, we’ll also try to spread the positiveness as much as we can..

  I’m very glad to know you love kutch cos i also love it very much.. It’s just wonderful and you are lucky you live there..

  Thanks for all your support..

  અને હા, તમારી ગુજરાતી પોસ્ટની રાહ માં.. 🙂

 4. આશિષ says:

  A very lovely and true intro sir.. I’m lucky to have spent some quality time with you, and to be close to you.. I respect your simplicity, your love towards the nation & environment.. I also luv ur positive energy and the love towards the arts n culture..

  Hope this little platform helps us showcase our feelings to the world..

  Its our pride to have you with us sir.. Your positiveness n guidance will ever inspire us..

  Wish you very all the best…

 5. ચેતના ભટ્ટ says:

  નમસ્કાર અવિનાશજી ,
  તમારો આપણા દેશ પ્રત્યેનો પ્રેમ અને અસામાજિક ઘટના પ્રત્યેની ઘૃણા તમારાં ઘોટાલા વાળા લેખમાં સ્પષ્ટ દેખાતી હતી,..અને ખુબ સરસ લાખો છો તમે..
  માત્ર છવર્ષથી અહીં રહો છો છતાં ખૂબ સુંદર રીતે ગુજરાતીમાં લખ્યું છે …અને તમારા વિષે અને તમારા વિચારો જાણી ને આનંદ થાય છે…આમજ લખતા રેહજો ,આભાર.

 6. very nice!!!!! i really liked it very much papa. i hope that I’ll be soon able to see the first Gujarati poem by u on this blog.

 7. Scrapwala says:

  Thanks to all of you, you all make me feel elated and overwhelmed too and with this kind of support we shall definately make a ‘difference’.
  I have tried to put in my feelings/thoughts to the maximum possible and with the help of ‘modern technology’ it become easier to type(write)( typing had been easy for me). Rest, Ashish was first to review the draft and to make corrections wherever required. Only he can rate me on a scale (0 to 10) , how i fair in ‘Gujarati’.
  With best regards always,

 8. wow uncle.. very nyce… 🙂 ..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.