Author Archives: ચેતના ભટ્ટ

મારી વહાલી….

સઘળે દૂર સુધી વ્યાપી છે તું, ભરચક ટોળામાં શામિલ છે તું, ક્યારેક નવરાશમાં તો, ક્યારેક વ્યસ્તતામાં ટપકી છે તું, કેહવા માટે તો ઘણા છે અહીંયા…પણ, સાથે મારી એકમાત્ર ઉભી છે તું. મારી વહાલી એકલતા…!

Posted in કાવ્ય | 1 Comment

પહેલી જુલાઈ…

એક બળબળતી બપોર,સાડા ત્રણ વાગ્યે… વિચાર ઉડી ને ગયો.. વરસાદી માહોલમાં.. જુલાઈ,પહેલી જુલાઈ સાંજે સાડા ચાર વાગ્યે.. કઈ છૂટી ના જાય તેમ ડીકકી ચેક કરી.. ધડામ કરી બંધ કરી, ફૂલ સ્પીડમાં ચાલતી સ્કુટી પર અચાનક બ્રેક…, જેમ તેમ સ્કુટી પાર્ક … Continue reading

Posted in અછાંદસ | 5 Comments

વાટ…

તારું ઓશીકું અને, તારી યાદ સાથે લઇ ને સુતી છૂ… બસ, જલ્દી ઊંઘ આવે..અને, તું પણ…

Posted in અછાંદસ | 3 Comments

નીરવ શાંતિ..

કેવી બેવફાઈ, કેવી બેરુખી, કોને શુ જોઈએ છે, ક્યા ખબર છે કોઈને..? આ શાની તરસ છે..શાની અભિપ્સા..??? અપેક્ષાના ઢગલામાં,આશાની વાટ છે. બસ.. પ્રેમને શોધતી મારી આંખ અને …….નીરવ શાંતિ.

Posted in અછાંદસ | 4 Comments

જાગે એક કવિતા..

રોજ રાત પડે ને, જાગે એક કવિતા. દિવસના કામમાં,થાકમાં, વ્યવહારમાં,ભાગદોડની પળોજળમાં, સ્ફૂરે કવિતાને, ઓસરી જાય શબ્દો.. જેવી રાત પડેને , જાગે એક કવિતા….

Posted in અછાંદસ | 4 Comments

હથેળી પર લખ્યુંતું તારું નામ..

હથેળી પર લખ્યુંતું તારું “નામ” પહેલીવાર મને યાદ છે, ઋતુ હતી વસંત, એ પવનના વાયરા મને યાદ છે, મોસમ હતી ખુશનુમા,પ્રેમ ચારેકોર મને યાદ છે, ક્યાંથી આવ્યું આ વાવાઝોડું..? ખબર હતી નિશ્ચિત એ આવશે..! વસંત મારી ક્યાં ગઈ ? આવી પડી’તી પાનખર.. … Continue reading

Posted in અછાંદસ, કાવ્ય | 7 Comments

ઝંખના

બસ..,તારા પ્રેમ ને ઝંખુ છૂ, રોજ ગુડ મોર્નીંગ  KISS ઝંખુ છૂ, મારી ચાયમાં તારી મીઠી SIP ઝંખુ છૂ, લંચ ટાઇમેં તારો એક CALL ઝંખુ છૂ, ડીનેર માટે એક COMPLIMENT ઝંખુ છૂ, તારા ટાઈટ શેડ્યુલમાં મારી એક SPACE ઝંખુ છૂ, રાતે … Continue reading

Posted in અછાંદસ | 8 Comments

કાન્હા તારી મોરલીનો સાદ..!

કાન્હા તારી મોરલીનો સાદ,મને ખેંચે છે આજ. કેમ કરું શણગાર..? હું તો ભૂલી રે ભાન આજ. કાને કુંડળ, કે હાથે કંગન..? પગની પાયલને બનાવી છે દામણી આજ. આંખોના કાજલનો કર્યો ચાંદલો, કંકુ લગાવ્યું મેં તો ગાલે આજ. પગના પગરખાંની પડી છે કોને..? … Continue reading

Posted in ગીત | 5 Comments

U r my life..

Hi frndz first time m going to post a poem in English..This is for my Lovable Husband Oh dear..!!! I love u so much. everyday in my life , begins with your Thoughts,and end with your Care, I really feel … Continue reading

Posted in English | 2 Comments

સોનેરી વાદળ..

આજ આભે ચડ્યાં છે સોનેરી વાદળ, કાંઈક કેહવા આવ્યા છે કે શું? જાણે તેંજ મોકલ્યા હોય સોનેરી વાદળ, એને જોઈને તારી નજર પણ અટકી હશે, કાંઈક કેહવાનું મન તને પણ થયું હશે.. જા વાદળ, જઈને એને કેહ્જે.. તારી યાદ આવે છે … Continue reading

Posted in કાવ્ય | 1 Comment