તારા સાથે હોવાની
અનુભૂતિ જ
અદભૂત છે..
હું જ્યારે
તારા
ખોળામાં બેઠી હોઉં છું
ત્યારે ..
એવું લાગે છે
જાણે..
સાક્ષાત શિવના ખોળામાં પાર્વતી.
તારી છાતી પર
માથું મૂકું
તો
એમ લાગે કે જાણે
હું તારામાં ઓગળું છું ..
તારી અંદર ..
છેક અંદર..
સમાતી જાઉં છું
સમાતી જાઉં છું..
સમાતી જ જાઉં છું
અને તારામય થઈ જાઉં છું.
કદાચ….
હું ‘તું’ થઈ જાઉં છું.
તુંય ‘હું’ થતો જ હોઈશ ને!
કદાચ..!!!
- ચેતા / ચેતના ભટ્ટ

WAH….. NICE WROTE