ઉછળતો કુદતો કિનારે આવી,
પથ્થરો ને તું અથડાય શાને?
કયારેક લીલું તો કયારેક આસમાની;
બે ધાર વરસાદ પડ્યે,
રંગ તારો બદલાય શાને?
ચંદ્ર સૂર્ય ના પૃથ્વી પરિભ્રમણ માં,
તારે ભરતી અને ઓટ શાને?
મળી જઇશ એક છેડે ધરતી ના;
સંયમ રાખ,
અસહ્ય વેદના નું ઘુઘવાટ શાને?
પર્વત ચિરતી,ખીણ કોતરતી,અથડાતી,વહેતી આવુ છું;
ઔચિત્ય ના લાગણીના સંગંમ માં,
તારી ઉત્કંઠા નો શોર-બકોર શાને?
શાંત પાડજે લાગણીના વમળો ને;
તુજ પ્રેમ માં પલડી વિલિન થઈ રેવા,
છતાંય તુજ સ્વાદ માં આ ખારાશ શાને?