શબ્દો છુટ્યા પણ સાદ રહી ગયુ.
હાસ્ય છુટ્યું પણ ખંજન રહી ગયા.
વ્યાખ્યાન છુટ્યા પણ ભાવ રહી ગયા.
મિલન છુટ્યું પણ ભણકારા રહી ગયા.
ઝુંપડુ પડી ભાંગ્યું પણ મોભ રહી ગયા.
ઝુંટવી ગયું કોઈ તમને પણ સમણે મારા અમર રહી ગયા.
આશ શું મિલનની તૂટી બસ સંભારણા રહી ગયા.
આપ્યું ઘણુય સ્નેહ છતાંય પણ ખેદ રહી ગયુ.
સત સત કર્મે પણ અક્ષમ્ય રહી ગયા.
એક તાંતણુ શું તૂટયું માત્ર ઉઝરડા રહી ગયા.