તું પ્રેમી ના બની શક્યો, તો પ્રેમાળ બની જા,
પણ આ પવિત્ર સંબંધમાં, તું વિક્ષેપક નહીં બનતો.
સંસારી બની જા, શક્ય નથી સઘળું જો ત્યાગવું,
પ્રભુનું નામ લજવે એવો, સાધક નહીં બનતો.
વિચારશૂન્યતા યોગ્ય નથી, બન તું વિચારક!
બસ ગંધાતી વિચારસરણીથી ભરચક નહીં બનતો.
દીકરી છે, માની લીધું, પણ એ આંબશે આકાશ,
જડ માનસિકતાથી તું અવરોધક નહીં બનતો.
તું બનજે કવિ, ને ના બને, તો વાચક બની જાજે,
પણ ઉગતાને ઉતારી પાડે, તે વિવેચક નહીં બનતો.