પ્રેમ

કોણ જાણે કે કેમ છે!
પણ હકીકત છે કે પ્રેમ છે.
ટક્યો છે આ સંસાર જે બળે,
એ પરિબળ પ્રેમ છે.

શ્વાસ ભરી ઉચ્છવાસ કાઢે,
જરૂરતે સ્વભાવ બદલે નહિ,
નવાજે ખુદાવિંદ છંતાય નેમતો થી,
એનો કરમ એ પ્રેમ છે.

ત્રણ પથરા પર ખાલી હાંડી,
ભૂખ્યા સંતાન ને દિલાસો,
“હમણાં બની જશે હોં!”
મજબુર માં ની આંખે ઝળઝળિયાં એ પ્રેમ છે.

વળતું ધણ,
દોહેલી ગાય,
ખાલી આંચળે વાછરું ધરાય,
નિતરતું એ દૂધ પ્રેમ છે.

હર વિપદાએ ઓર નિખર્યો,
ઠોકરે થયો મજબૂત,
બંદાની હર એક પરીક્ષા,
એ પણ ખુદાનો પ્રેમ છે.

હૈસિયતે હણાયેલા,
ઔકાતે અટવાયેલા,
આ “મુસ્તાક” ની શું વિસાત?!
છંતાયે વાંચે સાંભળે આ જ્ઞાનીઓ,
આ મૈત્રી તણો પ્રેમ છે

Be Sociable, Share!
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to પ્રેમ

  1. આશિષ says:

    આ મૈત્રી તણો પ્રેમ છે…

  2. Great Post as usual Mustak Bhai !! simply great …
    like it very much. no words to express my feelings !
    thanks again !!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.