તારી આજુબાજુ ફરતી,
મારી નાની નાની આંખોનું શું?
મારી નાની નાની આંખોનું શું?
તારી પાસે આવી ભટકાઈને,
ચૂર ચૂર થતી મારી લાગણીઓનું શું?
તને સમજવાના પ્રયાસમાં,
રોજ ગોથા ખાતી મારી સમજણનું શું?
તારા આપેલા દર્દો પર……,
મારાં અસંખ્ય આંસુઓની ખારાશનું શું?
Very Nice !!
thanks !