વાય છે વાયરો ફરફરાટ ફૂંફાડા મારતો,
એટલી જડપે આવે તારા સમાચાર તોહ…?
એટલી જડપે આવે તારા સમાચાર તોહ…?
થાંભલો પકડીને ઉભી છું હું તોહ..,
ઉડે છે વાળ ને લૂગડાં ને…,
ભેગો વંટોળમાં વચ્ચે ગોથા ખાતો મારા વિશ્વાસનો “વ”
ઉડે છે વંટોળમાં લાગણીના તાનાવાના,
એતો તોય કેમેય કરી નથી તૂટવાના.
એતો બંધાયા છે મારા પગની પાનીએ..,
જાય તો મનેય લઇ જવાના.
વાય છે વાયરો ફરફરાટ ફૂંફાડા મારતો,
એટલી જડપે આવે તારા સમાચાર તોહ…?