તકલીફ જે પહોંચાડે, તે વાણી નથી જ થવું,
ખુશીઓ મળે હજારો, તે અક્ષર થઇ જવું છે..
જીવવું તો છે હવે બસ, સુગંધી ફૂલ માફક,
ને કચડી જો નાખશો તો, અત્તર થઇ જવું છે..
અસ્તિત્વ નકારું છું, અપમાન, સ્વાર્થ, દુઃખનું,
નિર્દોષ સ્મિત જેવું, સુંદર થઇ જવું છે..
દેહ ને ઓઢીને, ધારી છે મેં નશ્વરતા,
આત્માત્વને સ્વીકારી, નિરંતર થઇ જવું છે..
બહુ મંથન પછી મેં જાણ્યું, સુખ-દુઃખ ની જડ છે એ,
આજે ‘અપેક્ષા’થી બસ પર થઇ જવું છે..
જીવવું તો છે હવે બસ, સુગંધી ફૂલ માફક,
ને કચડી જો નાખશો તો, અત્તર થઇ જવું છે..