ગમે છે મને..

કારણ કે કવિતા લખવાની શરૂઆત અહીંથી થઇ હતી.. Dedicated to my love..

તરસ જોઈ પૃથ્વીની, તરત જ દોડી આવતાં,
આ મુશળધાર વરસાદની, છનછન ગમે છે મને..

સુગંધથી પ્રભાવિત થઇ, પકડ્યું મેં લાકડું,
અને નીકળ્યું એ ચંદન, આ ચંદન ગમે છે મને..

કઈ રીતે કહું તમને? નહોતું ગમતું જોવું પણ,
ખુશીથી પહેરું છું આજે, એ કંગન ગમે છે મને..

દોસ્તો વચ્ચે ઊભા રહીને, વાહ! શી બેફિકરાઈથી,
ઉડાડો છો જે અદાથી, એ ઢક્કન ગમે છે મને..

તમને શી રીતે પડે ખબર કે તમારા હુંફાળા સ્પર્શ પછી,
મારા હૃદયમાંથી છલકાતાં ઊર્મિઓનાં સ્પંદન ગમે છે મને..

અને વારંવાર માણવા આ સ્પંદન, નાની અમથી વાતમાં
મારા વડે જ કરાયેલાં, રુદન ગમે છે મને..

વ્યર્થ સમજીને હું રહી દૂર, પણ આજે ભગવાને બાંધેલું
અને કોઈથી પણ નાં તૂટે તેવું, આ બંધન ગમે છે મને..

શાયરીનાં મોતી વીણી લીધાં, હૃદયરૂપી સમુદ્રને વલોવીને,
કહ્યા વગર રહેવાતું નથી કે, મંથન ગમે છે મને..

મંથન ગમે છે મને..

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

2 Responses to ગમે છે મને..

 1. આશિષ says:

  આ ગુલશન, આ રણ, આ ધરતી, આ ગગન ગમે છે મને,
  ભગવાને બાંધેલું આ ન તૂટે એવું બંધન ગમે છે મને,
  પણ સૌ થી વધુ તો તારા આ કાવ્ય સુમન ગમે છે મને….

  A good comeback Aps!!! It’s been almost a year!

  Wish to see more of these, please! (now that you are a lil more motivated! :P)

  • અપેક્ષા સોલંકી says:

   Thank you, sir! But this was actually the first poem I wrote..!!! 🙂
   Sure I will try to write more this year..
   & your Tripadi is awesome.. 🙂

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.