અણસમજ નું કામ ગેરસમજ,
સત્ય નો શોધનાર કોઈ મળતો નથી.
છંદ, પ્રાસ કેટલા એ મેળવ્યા,
તાગ મેળવનાર કોઈ મળતો નથી.
કર જોડી ને તક માંગે,
કામ કરનાર કોઈ મળતો નથી.
એક અરસાથી સાધું તુજને,
જ્યાં હું જ ખુદ ને મળતો નથી.
કોઈ હિન્દુ તો કોઈ મુસ્લિમ ,
માણસ થઇ કોઈ મળતો નથી.
ફૂલોનું તૂટવું શ્રદ્ધા અર્થે,
પાણી સીંચનાર કોઈ મળતો નથી.
બેસણા થાય કાળા ચશ્માં લગાડી,
આંસુઓનો પાડનાર કોઈ મળતો નથી.
નવા દોસ્ત, નવા બહાનાં, નવા ઝખમ,
ખુશી નો આપનાર કોઈ મળતો નથી.
કદમ-પોષી નો જમાનો,
છે ઉગતાને સો સો સલામ,
તંગ માહોલે પણ પેટિયું રડે “મુસ્તાક”,
કોઈ શાબાશ કહેનાર મળતો નથી.
શાબાશ !!!!!!
Mustak bhai – what words, what emotions and what verses mentioning our current social life!!
Excellent !!!
શાબ્બાશ…