હરણ…

શોક ના હરણો એ રેતી ચરી હશે,
કોઈ ની આંખો માં ભીંતો કરી હશે…
ખખડી ગઈ દીવાલ પોપચાં ની,
આંસુઓ ની કાંકરી ખરી હશે…
વેઢા માંથી ધાર જાય ચાલી,
હથેળી ઓ છલોછલ ભરી હશે…

શબ્દો ના સૂર્ય ખસતા હશે,
અર્થ ના પ્રેતો વસતા હશે…
એ માનવી મરી જાય તો નક્કી,
લાગણી ના સર્પો ડસતા હશે…
નહીતર આરસી તૂટે નહિ,
પ્રતિબિંબો શ્વાન થઇ ભસતા હશે…

જગ મહીં જે બદનામ હશે,
તારા અધરો પર તો મારું જ નામ હશે…
તું લોહી પી મારું કરે નશો,
ને વાળી શરાબ તો તારે હરામ હશે….
આ દિલ બેચન થઇ ફરે બધે,
હવે કબર મહીં જ એને આરામ હશે…

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ, કાવ્ય. Bookmark the permalink.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.