લોકોની જૂઠી લાગણીથી જે તંગ છે તે હું જ છું,
દુઃખ મારું હું ને મારો જે ઉમંગ છે તે હું જ છું!
ચાલ્યા કરે સંવાદ નિત્ય મારો જ મારી સાથે,
ને મારામાં સતત ચાલતી જે જંગ છે તે હું જ છું!
હું છીપ છું, હું મત્સ્ય છું ને આ ગાઢ દરિયો પણ,
ને દરિયા પરની તોફાની જે તરંગ છે તે હું જ છું!
ઊડતી પડતી લહેરાતી ને ફરીથી ઊંચે જતી,
અંતે આભને સ્પર્શી જે પતંગ છે તે હું જ છું!
શાયર છું, શાયરી છું ને શાયરની પ્રેરણા પણ,
આજે મહેફિલમાં છવાયો જે રંગ છે, તે હું જ છું!
સાથે જીવવા-મરવાના વાયદા તું ભલે કર્યા કરે,
જન્મથી હર પળ જે મારી સંગ છે, તે હું જ છું!
અદભુત છું, અદ્વિતીય ને સંપૂર્ણ પણ તો છું,
ને મારા સમગ્રપણાથી જે દંગ છે, તે હું જ છું!
I, me , myself, within, retrospective, reactive, self motivational !!
in search of me , the quest for the true oneself …
am I right?
Euphoria, Ecstasy, Elation, Narcissism..
The quest is over..
It’s the pride of finding me, the true oneself..
Height of narcissism! 😛
But one of the best!
Wont call this narcissism. But, this is sheer beauty.
WOW!!
હુ કરુ , હુ કરુ એજ અજ્ઞાનતા,
સકટ નો ભાર જેમ સ્વાન તાણે
નરસિંહ મહેતા