આ પ્રિય જિંદગીને એક તક તો આપો .

આજકાલ દરરોજ છાપાંઓમાં આત્મહત્યાનાં કિસ્સાઓ વાંચવા મળે છે..જે વાંચીને ખુબ જ દુઃખ થાય છે કે આવી કિંમતી જિંદગીને લોકો ફોગટ સમજી અંત આણી રહ્યાં છે..બસ એજ વિચાર પર આ કાવ્ય છે..

ઈશ્વરની અનમોલ સોગાત છે આ જિંદગી ,
કોઈ ગૂઢ રહસ્યમયી વાત છે આ જિંદગી ,
એને એમને એમ વેડફી ન નાખો..
આ પ્રિય જિંદગીને એક તક તો આપો .

જિંદગી લાગે ઝેર તો મોત પણ કાંઈ મધ નથી ,
તારી આ જિંદગી પર તારા એકલાનો જ હક્ક નથી ,
દુઃખનું ભાથું છે અહીં હર કોઈનાં ભાગમાં ,
પિડિત – દુઃખી વ્યક્તિ કાંઈ એક તું જ નથી ,
આત્મહત્યા કરી ઈશ – રચનાને ગાળ ન આપો,
આ પ્રિય જિંદગીને એક તક તો આપો . .

માન્યું કે છે એ સુખ – દુઃખની સરવાણી,
ક્યારેક હો હાસ્ય તો ક્યારેક આંખે પાણી ,
હતાશ થવું ન કદી , ન કાયર બનવું ,
હિંમતને સથવારે ખડે પગે લડવું ,
હારશે મુસિબતો , જરા ટક્કર તો આપો,
આ પ્રિય જિંદગીને એક તક તો આપો . .

એકલો જો જગમાં માને તું ખુદને,
ખુદા છે સાથે સદા સંભાળવા તુજને,
બસ ખુશીથી જીવનની સફર આ કાપો,
આ પ્રિય જિંદગીને એક તક તો આપો . .

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.