મારા દિલમાં પ્રેમની પ્યાસ રહેવા દે,
મારી આંખોમાં તારી આશ રહેવા દે,
બાકી તો બધું છીનવી લીધું છે તેં,
બચી છે એક યાદ, એ યાદ રહેવા દે…
તારી બેવફાઈનાં દર્દમાં હવે પહેલાં જેવી મજા નથી..
સજા એટલી મળી પ્રેમમાં, હવે બાકી કોઈ સજા નથી..
એવી કારમી હતી તિશ્નગી અમે ઝાંઝવાંઓ પણ પી ગયા..
ઘણા ચક્રવાત સહી ગયા, હવે શ્વાસ લેવા હવા નથી…
જઉં ક્યાં હું લઈને બીમાર દિલ, હવે કેમ એનું જતન થશે,
મળ્યું મહોબ્બતોનું છે દર્દ પણ, મળી કોઈ એની દવા નથી…
સહ્યા હર સિતમ, હર ઘાવ તારા, “આશ”, મતલબ એ નથી,
તારા હર ગુનાહને માફી દઉં, એક બંદો છું કંઈ ખુદા નથી…
Wasn’t this supposed to be a “hasya-kavita”? 😛
Really nice one.. But a lil like previous ‘bewafa’.. Anyways, Keep up..