મન ભરી નિહાળીસ,તમે આવો તો ખરા
ભીંજાવા છું તૈયાર સ્નેહ વરસાવો તો ખરા..
આમ તો રહેતી સદાય ભીની આંખો
તોયે એ હસસે, તમે હસાવો તો ખરા..
છે હૃદય વેરાન તોય ઉગી નીકળશે,
પ્રેમ નું એક બીજ જરા વાવો તો ખરા..
કરતી રહીશ હું જાપ જાણે મંત્ર હોય,
એક મીઠું વેણ સંભળાવો તો ખરા..
કરો ઈશારો ખુદ ને પણ મિટાવી શકું છું,
હોય જો શંકા તો અજમાવો તો ખરા..
wah ben wah
bahu saras lekhyo aayo
thank u very much
વાહ! મસ્ત મસ્ત! આખી જ.. 🙂