ચારેકોર વાતાવરણમાં પ્રસરી રહ્યો આક્રોશ છે,
બે દિવસ કે બે પ્રહર કે બે ઘડીનો રોષ છે?
એક મળ્યા, બે મળ્યા, શું સજાઓ આપશું?
ના ગુનો સાબિત થયો, બસ એટલે નિર્દોષ છે?
એક ગભરુ પારેવાની પાંખ કાપી નાખવા,
શક્તિ તારી વાપરી, એનો તને સંતોષ છે?
દર્દ છે, ખૌફ છે, નિરાશા ને ઉદાસીનતા,
એક ચીસ સંભળાય છે, બાકી બધું ખામોશ છે!
may this ‘cry’ to reach one and all and make them to think, ponder, gather together and raise the voice to get rise the fellow countrymen who are still sleeping …
Thank you.. N yes, hoping it makes people think..