વરસાદ ગયા પછી હવે ભાદરવાનો તડકો ધોધમાર વરસી રહ્યો છે.. તો આજે તડકા પર એક રચના..
સૂકી-સૂની ડાળીઓ વચ્ચે ડોકાતો તડકો,
આછેરી વાદળીએ એક પળ રોકાતો તડકો!
આઘેરા ડુંગરોની ઓથે સંતાતો તડકો,
કાંટા-પથરા સાથે પગમાં ભોંકાતો તડકો!
મરુભૂમિ પર મૃગજળ બનીને પથરાતો તડકો,
લહેરોની સાથે ખડકો પર અથડાતો તડકો!
એકલ-દોકલ પાંદડે બેસી લહેરાતો તડકો,
ધૂળની ઊડતી ડમરી સાથે ઉંચકાતો તડકો!
શીશા પર ટકરાઈ પાછો ફેંકાતો તડકો,
થાકી-હારી છેલ્લે ક્ષિતિજ પર પછડાતો તડકો!
ખરેખર સવાર માજ તડકો યાદ આવી ગયો..
મસ્ત લખી છે 🙂
Thank you.. 🙂
dhup che to chanv ni kadar che,
tap che to ac ni kadar che,
hema che to ashhish………
આ શબ્દો રૂપી તડકો બહુ સરસ છે.. 🙂
આભાર હાર્દિક! 🙂
SUNRAYS
white clear sunray never attracted me .
i always hated the way it awakes me .
it was when i saw it splitting into seven colours.
how can somebody remain colourless hiding inside seven behaviours ?
then i understood how it vanishes dark .
& why the life on earth spark .
sun never comes , but sends his glow .
which even intelligent scientists only partially know .
then i chessesd how he acquired the light.
it was a goddess , behind he turned bright .
there i lost temper , here also a woman ?
what is a charm of being a showman ?
SHARAYAN ( DR. SHREENIWAS RAUT )
શિયાળાની શરૂઆતની ઠંડી રાતમાં પણ ગરમી કરાવી દીધી.. 😛
આને કે’વાય અસરકારક તડકો! 🙂
😀
Thank you!