સુંદર વિચાર

થોડી સમજ મને પરવરદિગાર દઈ દે,
આંખ ઉઘડે ત્યાં સુંદર વિચાર દઈ દે ..

નથી ખપ મને કોઈ ધન-દોલતનો,
માત્ર આત્માને ઉજાળે એવો વ્યવહાર દઈ દે..

કરું સુખી સૌને, યાચું ના કોઈનું દુઃખ ,
જિંદગી હો ઉપયોગી,ભલે દિન બે-ચાર દઈ દે.

આભૂષણો ને રૂપથી શોભે સૌના દેહ ભલે,
પણ મુજને પવિત્ર હૃદય ને સ્મિતનો શણગાર દઈ દે..

છો આવે ગાઢ અંધકાર જીવન પથ પર મારા ,
પહોંચી વળવા એને ‘શબનમ’ ભરી સવાર દઈ દે..

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

8 Responses to સુંદર વિચાર

 1. RAJESH N CHAUHAN says:

  saras vichar che sabnam didi
  aaj bhagvan pase su mangvu e pan loko ne khabar nathi
  e samaye tame rah batavyo che

  abhinandan

  rajesh chauhan

 2. નિરાલી says:

  અતિ સુંદર વિચાર!! 🙂

 3. ‘Beautiful thoughts’ and ‘divine’ too!!! છો આવે ગાઢ અંધકાર જીવન પથ પર મારા ,
  પહોંચી વળવા એને ‘શબનમ’ ભરી સવાર દઈ દે.. – to make our heart as pure as the morning dews! a true prayer for this holy season… !!!

 4. અપેક્ષા સોલંકી says:

  છો આવે ગાઢ અંધકાર જીવન પથ પર મારા ,
  પહોંચી વળવા એને ‘શબનમ’ ભરી સવાર દઈ દે..

  વાહ! The way you use your name in your creations is just superb! 🙂

 5. મુસ્તાક says:

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.