તકદીરે કેમ કર્યું મારી સાથે આવું છળ?
તરસ્યો થઇ સરોવર શોધ્યું, તો મળ્યું મૃગજળ!
પાંપણમાં વસાવ્યું જેને એ આંસુ બની વહ્યું ખળખળ,
પ્રેમથી પોષ્યું જેને એ વૃક્ષે આપ્યું કડવું ફળ!
વાદળોથી ઢંકાઈ ગયા સિતારાઓ ઝળહળ,
અમૃત પામવા જતા પહેલા મળ્યું વિષ હળાહળ!
મારી વ્યથાનો વિચાર તો કર જરા એક પળ,
ઘણા સવાલ કરવા છે, એક વાર તો તું મળ!
બહુ વાટ જોવડાવી, એ રાત! હવે તો ઢળ,
હું આખો રેલાઈ રહ્યો, એ પથ્થર! હવે તો પિગળ!
Aabhar..site par mari kavita no samavesh karva badal tamam sanchalako no khub khub aabhar..
N khas krine apeksha solanki n nirali solanki na continuous support badal..
A very hearty welcome to the site dear with such a good post.. 🙂
બહુ વાટ જોવડાવી, એ રાત! હવે તો ઢળ,
હું આખો રેલાઈ રહ્યો, એ પથ્થર! હવે તો પિગળ!
Superb..
Keep on posting..
Welcome! & a very nice creation.. Keep it up.. 🙂