છું ઇશ્ક નો ઉપાસક,
મને ઔપચારિક વ્યવહાર નથી ગમતા
આ બાગ મારું,
આ વસંત પણ મારી,
કોઈએ ઉછીના આપેલ બે ચાર ફૂલ નથી ગમતા..
છું મનમોજી ને રચું હું સુવાસમાં,
છે ભ્રમરવૃતિ મારી,
શમ્મા થી જલતા પરવાના નથી ગમતા..
લઇ લઉં છું મજા હર એક વાતની
માની પ્રભુ નો પાડ
નામ નસીબનું દઈને
આમ માથે હાથ દઇ બેસનારા નથી ગમતા
રહી જાય બહારમાં પણ,
કેટલીય કળી ઓ અધ્ધ ખીલી
તો પાનખરમાં વસંત કેમ ન હોય?
વણસમજ્યે કોઈ પણ વાતમાં વાંક કાઢનારા નથી ગમતા
હસતો રહીશ તો દુનિયા તારી
આંસુનો લૂછનાર કોઈ નથી
છે આગવી આપવીતી અહી હર કોઈ ની “મુસ્તાક”
એટલે જ આ જગને રોનારા નથી ગમતા
—
Exactly.. લોકો આવું કરે ને એટલે જ એલર્જી થઇ જાય.. 😉
મને ય નથી ગમતા.. Same pinch.. 😀
great work..
શાનદાર પ્રદર્શન મુ….
હું કેમ કહું કે મને પણ નથી ગમતા ….