એક ધારી સરખા પ્રવાહમાં ચાલે છે આ જિંદગી
થોડા બદલાવની જરૂર છે..
ફાટતી જાય છે કેટલીય સુકી હૈયાઓની ધરતી,
લાગણીઓની આવ-જા ની જરૂર છે..
છે ખુદા સાથે સીધો નાતો સૌનો,
છંતા પણ મસ્જીદ માં ઈમામ ની જરૂર છે
બેઠો પલાઠી વાળીને હરેકના હૃદય માં ઈશ્વર,
છંતા મંદિરમાં મુરત ની જરૂર છે..
જૂનુંપુરાણું યાદ કરીને ખાલી થઇ આ આંખો,
કેમ કરીને હવે નીર આવે,
કે નવા જખ્મોની જરૂર છે..
પાષાણ યુગથી બહાર આવતા જ,
હૃદય આ માનવનું પાષાણ થયું,
રખે પાછો એ પાષાણ યુગ લાવવાની જરૂર છે..
ફેરફાર કરવા હવે કોઈ નહિ આવે,
રાહ ના જુઓ, હવે કોઈ પયગંબરની,
બદલાશે બધું આપોઆપ,
પણ પહેલા ખુદને બદલાવવાની જરૂર છે..
નવા યુગના આ નવા નિયમો છે “મુસ્તાક”,
લાગણીઓનું હૃદય માં હોવું જ ઘણું નથી,
દર્શાવવાની પણ જરૂર છે..
મુસ્તાક ભાઈ અમને તમારા જેવા મિત્રો ની જરૂર છે…..
ખુબજ સરસ લખ્યું છે .
નવા યુગના આ નવા નિયમો છે “મુસ્તાક”,
લાગણીઓનું હૃદય માં હોવું જ ઘણું નથી,
દર્શાવવાની પણ જરૂર છે..
wah bahu j saras lines 6..mast poem .. 🙂
બે ત્રણ દિવસ પેલા અમે એ શીખ મળી કે ‘ભાવનાઓના’ સાથેજ ‘ચોખ્’ ‘વ્યવહાર ‘ પણ જરૂરી છે!
…બદલાશે બધું આપોઆપ, પણ પહેલા ખુદને બદલાવવાની જરૂર છે.. સરસ..મુસ્તાક ભાઈ!
….
તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…
તારા ભક્તોને તું હોવાની ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે.
(દર્શિતભાઇની આખી પોસ્ટ: http://marobagicho.wordpress.com/2012/02/22/he-bhagwan/)
….
ખૂબ સરસ મુશી…
વાહ! બહુ જ મસ્ત!
વાહ મુસ્તાકભાઈ.. એક પછી એક હકીકત ને દર્શાવતી તમારી રચનાઓ.. સરસ!!
kya baat hai mustak bhai ખુબ ખુબ સરસ…. n very true also..
thx frnz…