Finaly after taking a long break, I’m back with some “ત્રિપદી”..
૧. જિંદગીભર જેને પોતાનો માન્યો, એણે કરેલું છળ જોયું,
મૃત્યુશૈયા પરથી એની આંખમાં પાણી જેવું કંઇક દેખાયું,
અને થયું કે, પહેલીવાર રણની જગ્યાએ આંખમાં મૃગજળ જોયું!
૨. જીવન જીવું છું હું કુંતીના કર્ણની જેમ,
જે છે મારા એ જ મને પોતાની માની શકતા નથી,
ઈચ્છું છું હવે ખરી પડું સુકાયેલા પર્ણની જેમ!
૩. બધાનું ધ્યાન છે જાહેરાતોની ચકાચૌંધ તરફ,
અકાળે અવસાન થયું છે સંબંધોનું અમારા,
કોઈ તો નજર કરો આ અવસાન નોંધ તરફ!
૪. થાકી ગઈ છું તારાથી, કેટલી કરું ફરિયાદ,
હજારવાર કીધું છે બધું વિખરાયેલું ના રાખ,
કપડા, કબાટ, જ્યાં જોઉં છું, બધે ઢોળાયેલી છે તારી યાદ!
૫.જ્યાં-ત્યાં પાણી હોય એને ખાબોચિયું કહેવાય, સરિતા ના કહેવાય!
લાગણીથી તરબોળ હોય અને હૃદય સોંસરવી ઉતરે તો મજા આવે,
બાકી ખાલી પ્રાસ મળી જાય એને કઈ કવિતા ના કહેવાય!
Woooooow! What a comeback! Loved each tripdi.. specially the last one.. 😉
What to say….I m just speechless…!!
U alwz come with new dhamaka..!! nd inspire me to write smthing like u… 😉
as u have done b4 in haiku..!! just loved ur each tripadi…and agree vd N!R@L!…last one is jst awesome. 🙂 🙂
Thank you Nirali n Shabnam..
@Shabnam: now waiting for your tripadi.. 😉
waw dear so nice
૧ થી ૪ સુધીની વાંચતા વાંચતા એમ થયું કે ચાલો હુંય હાથ અજમાવી દઉં, એકાદ બે ત્રિપદી હુંય લખી નાખું..
પણ પાંચમી વાંચી એટલે ડબ્બા ડૂલ..
“ખાલી પ્રાસ મળી જાય એને કઈ કવિતા ના કહેવાય!”
બેસ્ટમ બેસ્ટ…
Thank you sir.. અને ખાલી પ્રાસ મળી જાય એને કવિતા ના કહેવાય પણ ત્રિપદી તો કહેવાય.. લખી નાખો.. 😉
saro praytna chhe
good