આજ અચાનક મનનાં દ્વારે દૂર દૂરથી ટહુક્યું કોણ?
જોઈ જેને ઘાયલ થયા, એવા સ્મિતે મલક્યું કોણ?
પડછાયામાં શોધું જેને ,એવું અંધારામાં ચમક્યું કોણ?
ઊંચા ઓલા આભમાં ,ચાંદલિયા સાથે ટમકયુ કોણ?
શ્વાસે -શ્વાસમાં મારા આમ ગીત બનીને ગૂંજ્યું કોણ?
હતું આ મન વિરાન એમાં સંગીત બનીને ગૂંજ્યું કોણ?
અજાણ હતી આ રસ્તાની , મંઝીલ બતાવી ગયું કોણ?
ન’તી જાણતી શું છે પ્રેમ? ,પ્રીતિ સમજાવી ગયું કોણ?
રહસ્યમયી રીતે આમ મારા હોઠે હસ્યું કોણ ?
મને જ જણાવ્યા વગર મારા હૃદયે વસ્યું કોણ?
ખૂબ સરસ…!!!
કેસ કરી નાખ.. આમ જણાવ્યા વગર હૃદયમાં બેસી જાય એ થોડી ચાલે? 😀
સરસ..
@chetanaji : thanx.. 🙂
@N!R@L! :સાચી વાત છે હો …મને પણ એમજ થાય છે..આવું કઈ ચાલતું હશે ???? 😉
finally ખબર પડી કોણ છે? 😀
very nice..
hehehehe..na apeksha haji nathi khabar padi…shodh khod chalu j 6..pa6i case kari deshu…. 😉
૧૩ સપ્ટેમ્બર થી અત્યાર સુધીમાં હવે તો જન થઇજ ગઈ હશે ?
ને
ન’તી જાણતી શું છે પ્રેમ? ,પ્રીતિ સમજાવી ગયું કોણ?????
Difficult to find? … still! Good!!!