કાન્હા તારી મોરલીનો સાદ,મને ખેંચે છે આજ.
કેમ કરું શણગાર..? હું તો ભૂલી રે ભાન આજ.
કાને કુંડળ, કે હાથે કંગન..?
પગની પાયલને બનાવી છે દામણી આજ.
આંખોના કાજલનો કર્યો ચાંદલો,
કંકુ લગાવ્યું મેં તો ગાલે આજ.
પગના પગરખાંની પડી છે કોને..?
તને નીરખવા હું તો પછેડોયે ભૂલી આજ.
હાય રે, કાન્હા હું તો થઇ રે ઘેલી..,
તારી મોરલી નો સાદ મને ખેંચ છે આજ…
કાન્હા ના પ્રેમ માં તો બધા ઘેલા અને દીવાના થઈ જ જાય.. કૃષ્ણ ઘેલી રાધાનું અદભુત વર્ણન.. 🙂
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
– મુકેશ જોશી
આ પરમતત્વ નું સ્વરૂપ જ એવું છે ને કે કોઈ પણ એ ઘેલા કરી દે
ભોલેનાથ પણ આ કાન્હા ના સ્વરૂપને જોવામાંટે ઘેલા બની ગયા હતા જ ને ? ? ? ? ?
અને કન્હાનું મનમોહક મોરલીનું વાદ્ય ની તો વાત જ કૈક અલગ છે ……………
AAbhar jaydeep bhai..!!
જય શ્રી કૃષ્ણ!!!