તો?
કરું પડ્યો રોજ નીતનવા આયોજન ભવિષ્ય ના.
પણ કારગત ના નીવડે તો?
ચલાવું આ હૈયા ની સુકી ધરતી પર આશાઓનું હળ
પણ વરસાદ જ ના પડે તો?
પથ બાકી છે ઘણો હજી
એટલે જ તો હરણફાળ રહ્યો ભરી
પણ દરરોજ અણધાર્યા અવરોધો આવી પડે તો?
છે હોંસલા બહુ બુલંદ
ડગ્યો ન ડગું કોઈથી,
પણ આ મારું જ શરીર
મને સાથ ન દે તો?
એકેક મિત્ર જાણે
તાજું રોપાયેલું છોડ મજાનું
જાળવણી કરું ખુબ
કોણ જાણે આગળ એકલતા મળે તો?
છે પ્રશ્ન એક રોજ સતાવતો મને
રાત-દી કર્યા એક જેમના માટે
બાદ મારા એ જ મને યાદ નહિ કરે તો?
ટીપી નાખું પુરુષાર્થ થી
હજુ એકવાર જીવન ને “મુસ્તાક”
પણ આ જીંદગી માં *તા* જ ન આવે તો?
* તા * :
મિત્રો લોખંડ જયારે ભઠી માં ગરમ થાય
ત્યારે એક એવી અવસ્થા માં આવે છે
જયારે તેને લુહાર ધારે એમ વાડી શકે
અથવા તો એને ટીપી ને નવું જ આકાર આપી
શકે .લોખંડ ની આ અવસ્થા ને
કચ્છી ભાષા માં *તા* કહેવાય.
બહુ શોધવા છતાય પણ મને *તા*
નું ગુજરાતી શબ્દ મળ્યો નથી .
જો કોઈ પણ મિત્ર ને ખ્યાલ હોય
તો માર્ગદર્શન આપે..
તો પૂછવાનું, આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે.. 😉
wah..saras poem lakhi…
poem ma “ta” no ta…na made to????????
to kai nai…aa saro idea “ta” mate,, 😉 🙂
ઈશ્વર ની અદભુત રચના “ આંખો ”
જ્યારે ખુલે ત્યારે દુનિયા તેને રડાવે, અને
બંધ થાય ત્યારે એ દુનિયા ને રડાવે.
તો?????? આ તાડ જેવો તો બધે નડે, નહિ?? 😀
પણ શું થાય? બધું કરવું તો પડે જ.. 😉
thx frnzzz