મિત્રો, જન્માષ્ટમીના શુભ અવસરે મારી એક નવી રચના આપની સમક્ષ મુકું છું .. જે કૃષ્ણ લીલા પર આધારિત છે ..
બધા મિત્રોને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભકામનાઓ ..
બંસી બજાવી , નાચ નચાવી,ગોપીઓને કરે એ ભાવવિભોર,
નટખટ નાનો , સૌનો વ્હાલો,માખણચોર નંદકિશોર ….
ગોવાળીયાઓની સાથે મળી,કરતો સદા શોર- બકોર ,
નટખટ નાનો , સૌનો વ્હાલો,માખણચોર નંદકિશોર ….
મટકી ફોડે , માખણ ખાએ,છતાં બધાના ચિત્તનો ચોર,
નટખટ નાનો , સૌનો વ્હાલો,માખણચોર નંદકિશોર ….
રાસ રચાવે અડધી રાતે,રાધા- ગોપીઓ જાણે ચકોર
નટખટ નાનો , સૌનો વ્હાલો,માખણચોર નંદકિશોર ….
કાળીનાગ નાથી કાનુડાએ,પવિત્ર કરી યમુના ચારેકોર ,
નટખટ નાનો , સૌનો વ્હાલો,માખણચોર નંદકિશોર ….
કાળો છે પણ કામણગારો,નથી એની પ્રીતિનો કોઈ છોર ,
નટખટ નાનો , સૌનો વ્હાલો,માખણચોર નંદકિશોર ….
એ છે માધવ, એ છે મોહન,એ જ છે સૌનો રણછોડ ,
નટખટ નાનો , સૌનો વ્હાલો,માખણચોર નંદકિશોર ….
Wow dear.. નટખટ કાનુડા જેવી મસ્ત મસ્ત રચના.. કૃષ્ણ ના બધા તોફાન યાદ કરાવી દીધા..
નટખટ નાનો, સૌનો વ્હાલો, માખણચોર નંદકિશોર.. very nice.. 🙂
Ha yar natkhat kanudo to 6 j manmohak..ena vishe vicharyu ne kavita to pote j lakhai gai….. By the way..thanx a lot… 🙂
વાહ.. દરેક વખતે મસ્ત મસ્ત રચનાઓ લઈને આવે છે.. this one is superb.. 🙂
Thankkkk uuuuu soooo so soooo much Apexa….. 🙂 🙂
Today is very precious day Some one special was born Born to fight against inhumanity Born to save the trust in God Happy Janmashtami.