વિચારવા જેવી વાત છે..


ગામને છેવાડે હતી એક ગૌશાળા,
બીજે છેડે વૃદ્ધાશ્રમ બનાવ્યું,
વિચારવા જેવી વાત છે..


બાંધી પાટા પેટ પર, ઉછેર્યા લાડેકોડે,
એ જ વડીલો ઘર માં પણ નડે છે,
વિચારવા જેવી વાત છે..

જો કરી પથારી ભીની, તો સૂકામાં સુવડાવ્યો,
એને તો ભીનામાં સુવાની ટેવ થઇ ગઈ’તી,
નથી ઘરમાં ખાલી કોઈ એવો ઓરડો જેમાં એ માં સુવે,
વિચારવા જેવી વાત છે..

કરી તનતોડ મહેનત ને પરસેવાનો કોઈ પાર નહિ,
સેવ્યા સપના સુખના,
એ જ પિતાની આંખોની તપાસ માટે આજે સમય નથી,
વિચારવા જેવી વાત છે..


જમાડે બધાય ને પ્રેમથી, ને હોય જો વધ્યું તો ખુદ પણ જમેં,
આજે એ અન્નપૂર્ણા જમી કે નહી તે કોઈ પૂછતું નથી,
વિચારવા જેવી વાત છે..

એક દાદા ની વ્યથા જાણી રોષે ભરાણો એના સંતાન પર,
પણ એ તો માવતર,
પ્રભુ એને સુખી રાખે એમ બોલ્યા
વિચારવા જેવી વાત છે..

અલગ રહો તો લગન કરું, એવી શરતે લાડી સાસરે આવી,
કાલ સવારે એના છોકરા નહિ પરણે?
વિચારવા જેવી વાત છે..


ઈશ્વર પાસેથી એ જ માંગું,
કે સદબુદ્ધિ બધાને આપ,
જો આમ ને આમ ચાલ્યું “મુસ્તાક”
તો કોણ કોનું?
વિચારવા જેવી વાત છે..


Be Sociable, Share!
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

10 Responses to વિચારવા જેવી વાત છે..


 1. Hema says:

  ખરેખર વિચારવા જેવી વાત છે…..

  ઘણું બધું વિચારવા જેવું છે પણ આજ ની ભાગતી ઝિંદગી માં સમય કોની પાસે છે….. 🙁

  ખુબજ સરસ લખ્યું છે.

 2. Anjali says:

  Aahh..
  Just amazing!

  Every time u come up with different subject.. and wat a wonderful way to express..

  Nice1..

  Keep up!

 3. નિરાલી says:

  So true n so touching.. Very nicely expressed.. Keep it up..

 4. વાહ! એકદમ સાચું લખ્યું છે અને એકદમ ચોટદાર પણ..

  ખરેખર એક-એક વસ્તુ વિચારવા જેવી છે..

 5. જયદીપ લીંબડ , મુંદ્રા says:

  Mustakabhai,
  But it is all true “to think like one”?

 6. Shabnam Khoja says:

  Wah
  badha ne vicharta kari de evi mast vat 6..
  kharekhar vicharva jevi vat 6..

 7. mustak says:

  thanks frnz……..

 8. Let all get time to ‘think’ and ‘ponder’ upon it!

 9. હાર્દિક પીઠડીયા says:

  vanchi ne kharekhar vichar ma khivai javay che….

  jst amzing mustak bhai….

 10. મુસ્તાક says:

  thx all

Leave a Reply to નિરાલી Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.