હું તો તારી દિવાની, ઓ શ્યામ!

Hello Aashmates.. I wanted to post this song before 2 days, but cos of some technical problem couldn’t.. But as it’s said, “जो होता है अच्छा होता है”.. Today on this divine occasion of Gurupurnima, i’m dedicating this song to the greatest guru Krishna.. 🙂

હોઠો પર તારા જ ગીતો રમે છે, ને દિલમાં છે બસ તારું નામ,
હું તો તારી દિવાની, ઓ શ્યામ!

પ્રીતમાં તારી રાધા ભીંજાણી, ને ગોપીઓ થઇ પ્રેમમાં ઘેલી,
ગાયો ને ગોવાળિયા રાહ તારી જુએ, એવી વહાલની વરસાવી હેલી,
માખણચોર તારા નિતનવા રૂપ જોઈ, ઘેલું થયું ગોકળિયું ગામ,
હું તો તારી દિવાની, ઓ શ્યામ!

ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચક્યો, ને યમુનાના કાળને ભગાવ્યો,
લીલામાં તારી જગ આખું ખોવાયું, એવો મહારાસ તે રચાવ્યો,
વાંસળીના સુરો એવ રેલાયા કે ઝૂમી ઉઠ્યું વૃંદાવન ધામ,
હું તો તારી દિવાની ઓ શ્યામ!

આપીને સેના કૌરવોને આખી, તું સારથી બનીને યુદ્ધ ખેલ્યો,
ગીતા ઉપદેશ તણી ભેટ આપી સૌને, ભેદ આ જીવનનો ઉકેલ્યો,
ધર્મના પથ પર લડવા કાજે, અર્જુનને આપી તે હામ,
હું તો તારી દિવાની, ઓ શ્યામ!

મીરાના વિષ તે ચાખી લીધા, નરસૈયાની હુંડી સ્વીકારી,
દ્રૌપદીના ચીર પૂરી લાજ એની રાખી, ને સુદામાની ઝૂંપડી મઠારી,
જિંદગી મારી મેં તારા નામે કરી છે, હવે મારોય હાથ તું થામ,
હું તો તારી દિવાની, ઓ શ્યામ!

Be Sociable, Share!
This entry was posted in ગીત. Bookmark the permalink.

10 Responses to હું તો તારી દિવાની, ઓ શ્યામ!

 1. shabnam khoja says:

  વાહ ! અદભૂત રચના ……..
  હું તો તારી દિવાની ઓ શ્યામ …..!
  ખુબ સરસ ….
  એક નાના ગીતમાં તમે તો આખી કૃષ્ણલીલા સમાવી લીધી …
  વૃન્દાવનમાં વિચારતા હોવાનો એહ્સાહ થઇ આવે…
  I Like it very much … 🙂

 2. Anjali says:

  Wow!
  My request fulfilled… So quickly!!
  U r awesome sweetie!!
  What a wonderful creation! Amazin!
  Agree wid what Shabnam said..

  હું પણ શ્યામની દિવાનીતો છું જ, પણ આ વાંચ્યા પછી તો હું તારી ય દિવાની થઇ ગઈ.. 🙂
  🙂

 3. Hema says:

  तेरी दिवानी…….. तेरी दिवानी…….

  શું વાત છે…….. કૃષ્ણ મગ્ન થઇ જવાય એટલી સરસ કવિતા લખી છે…

  Love it.. Sweety.. 🙂

 4. નિરાલી says:

  @shabnam: Thank you very much dear.. “વૃન્દાવનમાં વિચરતા હોવાનો એહ્સાહ થઇ આવે”… this means a lot to me.. 🙂

  @anjali: Of course i had to fulfill such a wonderful request.. n i’m glad u liked it.. thanks..

  @hema: तेरी दिवानी.. એટલે મારા કે કૃષ્ણના? 😀
  Thank u for the encouragement dear..

 5. Wooooooooooooooow! Loved it.. Each n every line.. each n every word.. Just superbbbbbbb.. Such a wonderful song on Krishna!!

  Truly said by all.. ખરેખર આંખ સામે જાણે કૃષ્ણ ભગવાન એમની લીલાઓ કરતા હોય એવું લાગે છે.. You have included every part of his life.. Wonderful!!

 6. Very Good! The comments do cover all what i want to say! Very rightly dedicated to the Greatest Guru….
  ગીતા ઉપદેશ તણી ભેટ આપી સૌને, ભેદ આ જીવનનો ઉકેલ્યો, ! Very very Good!

 7. નિરાલી says:

  Thank you very much for such a wonderful appreciation Apeksha n Avinashji..

 8. ચેતના ભટ્ટ says:

  Superb……….Superb…Superb…

 9. હાર્દિક પીઠડીયા says:

  1nc again very nice by you…….
  krishna vise bauj mast rite aa kavya ma bdhu lakhyu 6e…
  very nice…..
  jai shree krishna…..!!!!! 🙂

 10. નિરાલી says:

  Thanks Chetna di n Hardik.. Jay shree Krishna..

  Happy Janmashtami.. 🙂

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.