મારી બસની બારીએથી..

ચાલો, આજે ઘણા સમય પછી એક તાજગીભરી સવાર આપની સમક્ષ મુકું છું..

 

મારી બસની બારીએથી રોજ નવી સવાર જોઉં છું,
તાજગીસભર હવામાં સેવાતા સપના હજાર જોઉં છું.

એક હસતું-રમતું ફૂલ ચાલ્યું મમ્મીની આંગળીએ,
એના નાનકડા ખભામાં ભવિષ્યનો આધાર જોઉં છું.

બિઝનેસના આગોતરા આયોજનોથી ચમકતા ચહેરાઓ,
અને નવા અરમાનો લઈને જતી કારની વણઝાર જોઉં છું.

કાલનો ધંધો હતો ચાહે નફાનો કે ખોટનો,
નવા ઈરાદાઓ સાથે ઉઘડતી બજાર જોઉં છું.

મંદિરોની બહાર લાગી છે ભક્તોની કતાર,
એમની આંખોમાં આસ્થા ને ઇચ્છાઓની ભરમાર જોઉં છું.

હું રોજ એક નવો પુલકિત સંસાર જોઉં છું,
મારી બસની બારીએથી જયારે ‘નિરાલી’ સવાર જોઉં છું.

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

13 Responses to મારી બસની બારીએથી..

 1. ચેતના ભટ્ટ says:

  શું વાત છે નિરાલી તારી રચના ને તારી બારીએ થી નિહાળવાની ખૂબ મજા પડી હો..!!!

 2. વહેલી સવારે અને મોંડી સાંજે મારી બસ ની બારીએથી,
  હું નિસર્ગ ના વિવિધ રંગ જોઉં છું,
  સાથેજ કલયુગી માણસના બદલતા સ્વભાવના
  અનેક ઢંગ જોઉં છું !

 3. નિરાલી says:

  @Chetna: Thank you dear.. હવેથી રોજ નિહાળજો.. બહુ મજા આવશે..

  @Avinashji: Wooow! As i told you.. A lil different continuation of what i wrote!! Thank you soooo much for this one.. મારે પણ હવે સાંજે જોવાનું ચાલુ કરવું પડશે.. 😉

 4. આશિષ says:

  ખૂબ સરસ..
  તારી પોઝીટીવ આંખોથી બસની બારીએથી દુનિયા જોવાની મજા આવી…

  પણ..

  શું ખરેખર દુનિયા હવે આટલી જ પોઝીટીવ છે?

  અવિનાશજીની વાત સાચી છે…

  બંધાયેલા હાથે, લાચાર આંખોમાં દર્દ પારાવાર જોઉં છું..
  માણસ નો માણસ પર કળીયુગી આત્યાચાર જોઉં છું..

 5. નિરાલી says:

  @ash: Thnks..

  તમારી વાત સાચી છે કે દુનિયા કદાચ એટલી પોઝીટીવ નથી રહી.. but as u used to say it’s all abut keeping yourself positive.. n especially at the start of a day.. બાકી તો રાત પડતા જ..

  “દરેક શહેર ની આ વાત છે,
  એક જ છે, તોયે જુદી બધે રાત છે..” 😉

  Yet, always be positive.. n keep smiling.. 🙂

 6. I remembered one of my favourite songs of bryan adams, after reading your poem..
  It’s a new world – it’s a new start
  It’s alive with the beating of young hearts
  It’s a new day – it’s a new plan
  I’ve been waiting for you
  Here I am

 7. નિરાલી says:

  Wow dear.. Such a nice compliment for my poem.. It’s one of my favourite songs too.. Thank you very much love.. :*

 8. હાર્દિક પીઠડીયા says:

  kya baat hai nirali ji bauj mast lakhyu che….
  and very true avinash sir….

 9. Anjali says:

  New concept! And suprb outcome!!

  Sorry, but I wud agree wid Avinashji n Ashish, about the world not being positive these days.. When I went out to see the world all by myself, I saw that there is so much of agony, suffering, hurts, stress, lust… When I saw out of the window, I had seen so many positive things, but the dark side is so excessive, that the final impact was negative.

  Here, I remember one of d poems I read long ago (pardon if I’v forgotten d words.., n author too…)

  it says:

  Looking out my window, as the world pretends to look at me,
  I see nothing of fact or fiction, but what the world has come to be,

  I see children stalking, all the women talking,
  Men marching the streets, day and night,
  Some with guns others with sons, either to share grace or start fight,
  I watch loves lost, mysteries solved, and all of the splendor,
  As well as the dead walking, the dirty talking, and what makes a mans heart render,
  My view includes some grieving geezers, sleezy seizures, and a child trying to stay true,
  Not to say I would like to refrain, but I’ve given my help a time or two,

  Looking out my window, as the world pretends to know me,
  I see nothing of truth and right, but instead what the world has come to be,

  ….

  but I really appreciate the wonderful writing.. I’m proud to be a fan of urs.. You are really a top class performer!!

  :*

  keep up!!
  -Anjali

 10. જયદિપ લિમ્બડ , મુંદરા (કચ્છ) says:

  કાલનો ધંધો હતો ચાહે નફાનો કે ખોટનો,
  નવા ઈરાદાઓ સાથે ઉઘડતી બજાર જોઉં છું.

  આ તમારા પોજીટીવ વિચાર ખુબજ ગમ્યા

 11. નિરાલી says:

  Thank you very much Jaydeep ji for the appreciation.. 🙂

 12. sushila says:

  wah bahu j saras lakhyu che jindgi jovani maja avse navi savar navi umang lavse tamaru lekh vanchine

 13. નિરાલી says:

  આભાર.. 🙂

Leave a Reply to હાર્દિક પીઠડીયા Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.