શું મઝા છે જિંદગી ની તું શું જાણે
સ્વાદ આ જિંદગી નો ચાખી તો જો
ગગન સામે મીટ માંડી ચાલનાર
સ્વાદ આ માટી નો કોઈ દિ ચાખી તો જો
ખરું છે મય હરામ છે, ભાન ભુલાવે છે
પણ વાત હોઠેથી નહી, હૈયે થી પીવાની થાય છે
ક્યારેક આ સ્વાદ ચાખી તો જો
આકરો છે નશો ઇશ્ક નો
મોહ માયા થી પર ની આ વાત છે
મજા બહિશ્ત ની તું શું જાણે
આ તો લૌ લાગ્યા ની વાતું છે
જોજે ભલે ને લાગે કોઈ દિ
ક્યારેક સુફીયત ની મઝા પણ ચાખી તો જો
છે આંખો માં ચમક, કે આશ તારા દીદ ની
ભલે હોઠ પડ્યા સુખા
જો લઈને અવિરત તારું નામ
સ્વાર્થ ની વાતું સોપી જગ ને
નિસ્વાર્થ સાચો પ્રેમ શું છે
એનો સ્વાદ જરા ચાખી તો જો
હૈયે ઘાવ ને હોઠે સ્મિત
પડ્યા પગ માં છાલા તારી રાહ પર
દુર થી ન ચકાસ, નઝદીક આવ અય ખુદા
શું મઝા છે ‘મુસ્તાક ‘ ને આ હાલ માં
ક્યારે તું પણ આ સ્વાદ
ચાખી તો જો…
હૈયે ઘાવ ને હોઠે સ્મિત
પડ્યા પગ માં છાલા તારી રાહ પર
દુર થી ન ચકાસ, નઝદીક આવ અય ખુદા
શું મઝા છે ‘મુસ્તાક ‘ ને આ હાલ માં
ક્યારે તું પણ આ સ્વાદ
ચાખી તો જો…
વાહ..!!! શું વાત છે મુસ્તાક ભાઈ ..!!!
Wah wah! Nice one mustakbhai.. Remembered this one..
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો..
જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો..
– નાઝીર 😉
એના માટે જ તો અમે જન્મ લીધો છે,વત્સ.. 😉
Nice Mustak bhai!
thanks frnz…