શહેર..

એક શહેરની આ વાત છે,
દરેક ખૂણે જુદી જ એક રાત છે..

કોઈ પોશ એરિયામાં યુવાનીના જોશમાં ધબકતા હૈયાઓ,
ને ક્યાંક જિંદગીના ટુકડા ભેગા કરવામાં કાંટાળી થઇ ગઈ શૈયાઓ!

ઘરના કોઈ ઓરડામાં એક મીઠો વાર્તાલાપ,
અને એક ખૂણામાં એકલવાયા વૃદ્ધનો મૂક વિલાપ!

શહેરમાં ઊગી નીકળેલા મોલ્સના ફાલમાં,
પ્લાસ્ટિક સ્મિત સાથે ઊભરાતા માનવીઓ;
અને એ જ શહેરના કોઈ એક ખૂણે છે,
ફક્ત ડુસકાઓ ઓઢીને સુતેલી લાગણીઓ!

ક્યાંક સંભળાય છે ડિસ્કોથેકમાં થીરકતા પગનો થનગનાટ,
ને ક્યાંક નિષ્ફળ ગયેલા પ્રેમમાં બુઝાયેલો શ્વાસ!

દરેક શહેરની આ વાત છે,
એક જ છે, તોય જુદી બધે રાત છે!

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ, કાવ્ય. Bookmark the permalink.

9 Responses to શહેર..

 1. mustak says:

  ભઈ વાહ !તમારી તો વાત જ કંઈ નિરાલી છે !!

 2. કાશ કે આને કેટલી બધી વાર like કરી શકાતી હોત.. Superb.. I just love this poem.. N I love you..

 3. Hema says:

  Superbbbbbbb…….

  Shor in the City……

  like it…..

  :*

 4. ચેતના ભટ્ટ says:

  ખૂબ ઉમદા લખ્યું છે ડોક્ટર સાહેબ….
  આજે નવા જ વિષયમાં ખૂબ સારો પ્રયાસ છે…

 5. નિરાલી says:

  ખુબ ખુબ આભાર મિત્રો આટલી સરસ સરાહના બદલ.. Love you.. :*

 6. Anjali says:

  aa shaher tamara mansooba badlaavi de… kahevaay nahi!!

  🙂

  Soo wonderfully written…
  I liked specially the way you have intervened both positive n negative side…

  really.. the sentiments are really on death bed in metro cities.. no one cares about anyone..

  :*

  keep up!!
  want more like this!

  • નિરાલી says:

   આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહિ,
   આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહિ.. 😉

   Thank you very much dear.. 🙂

 7. Rachit Solanki says:

  Huuuuu.. Superb di.. You are great.. 🙂

 8. નિરાલી says:

  Thanks bro.. It means a lot.. 🙂

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.