છું સવ્ભાવે કડવા કરેલા જેવો હું
ને મધ મીઠાં એવા મિત્રો મળ્યા છે
છું એકદમ ગાંડો લાગણી વત્ત હું
ને અતિ સમજદાર એવા મિત્રો મળ્યા છે ……….
ધગધગતી ઉનાળા ની બપોર જેવો હું
ને શીતળ પીપડા ની છાંય જેવા મિત્રો મળ્યા છે
ઉડતી ડમરીઓ વચ્ચે અફાટ રણ માં મૃગજળ જેવો હું
ને ખોબે ખોબે ભરી પીએ
એવી આંતરડા ઠારતી વીરડી જેવા મિત્રો મળ્યા છે ……..
ફરતો રહું હું વિલા મોઢે અકારણે ઉદાસ
ને રહેતા ઝળહળ ઘોર તમસ માયે
જાણે કે એક નવી આશ એવા મિત્રો મળ્યા છે
ફસાયેલો નદીની રેત માં
તૂટેલ નાવડી જેવો બિન પતવાર હું
ને ઘસ્મસ્તો જુવાન દરિયો જાણે કે
એવા મિત્રો મળ્યા છે ………..
રખે થઇ ગયા ચોક્કસ
પુણ્ય ના કંઈ કામ ગત જનમ માં
કે સગા થી પણ વધુ
એવા મિત્રો મળ્યા છે ………
દબાતો ગયો સદા
મિત્રો કેરા આભાર ના આ ભાર થી “મુસ્તાક”
ને જાણે કઈ કર્યું જ નથી એવા ઉદારદિલ
પ્રભુ સમા એવા મિત્રો મળ્યા છે …….
सही है बोस…
બહુજ સુંદર શબ્દોમાં મિત્રોને વર્ણવ્યા છે.. અને મને આનંદ અને ગર્વ છે કે હું પણ એમાંનો એક છું… 🙂
કવિ મુસાફિરનું મુક્તક યાદ આવે છે:
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
અને સુકલકડી સુદામો હું, અને ખોબલે ખોબલે આપતા કૃષ્ણ જેવા મિત્રો મળ્યા છે…
સાચો મિત્ર કંઈ વ્યાખ્યામાં બંધાઈ શકે ખરો? અને ખરું કહું તો જેટલા મિત્રો એટલી મિત્રતા ની વ્યાખ્યાઓ..
આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી
અને આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી
દુનિયામાં લોહીના સંબંધ પણ છળી જાય છે
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી…
વાહ મુસ્તાક ભાઈ વાહ…!!!!!
એમ થાય છે કે કઈ પંક્તિ મને ખૂબ ગમી એ કહું, પણ અહીં તો બધીજ પંક્તિ એક થી એક ચડિયાતી છે….મિત્ર વિષે ખૂબ સુંદર અને ચોટદાર લખ્યું છે,
Woooow! બહુ સરસ લખ્યું છે મિત્રો વિશે.. તમારી લાગણીઓ સમજી શકાય છે કેમ કે મિત્રો ની તો વાત જ કૈક અલગ હોય છે.. 🙂
વાહ મુસ્તાકભાઇ.. તમને તો બહુ સારા સારા મિત્રો મળ્યા છે મારી જેમ.. 😉
પણ બધા મિત્રોને આમ એકસાથે ચણાના ઝાડ પર ચડાવશો તો એકાદ તો પડશે જ.. ઘણા ને ભંગાવાની ટેવ હોય, u know?!! 😀
ખરેખર તમારી આ રચના બહુ જ મસ્ત છે.. મિત્રો જેવી જ મસ્ત.. 🙂
મારા સર્વે મધમીઠા મિત્રો નો ખુબ ખુબ આભાર .
સર્વ ના આભાર કેરો ભાર ના હોત, તો
દુ:ખ ની આંધી ઉડાડી જાત “નાઝીર”ની ખુશી.
love u all………
“નાઝીર” એટલે તખલ્લુસ?????
હા એ નાઝીર દેખૈયા નું તખલ્લુસ છે
Khub j masttt……
Mustakbhai….tame to gazab lakho 6o…!!
kharekhar ame nasibdar k jene tamara jeva mitro madya 6… 🙂
@ thanks shabnam..me 2………….thanks frnz.