ગુલાબ જળ જેવા આંસુ તમારા
તમે ગુલાબ માં ભળી ગયા
માટી ના જાયા
આદમ અમે “મુસ્તાક”
માટી માં ભળી ગયા
કરી બેસત કૈંક અનોખું
તો કંઈ ખાસ કહેવાઈ જાત કદાચ
અમે તો રહ્યા બસ જીવતા
ને આમ માણસ માં ભળી ગયા
કરી દેછે મંત્ર મુગ્ધ લોકો
વાક છટાઓ થી જગ ને
ન આવડ્યું અમને બોલતા
ને મૂંગાઓ માં ભળી ગયા
આગળ આવી દોરું જગ ને
એવી હિમત ક્યાંથી ?
હતા બીજા પણ પાછળ ચાલવા વાળા
અમે પ્રજા માં ભળી ગયા
તારે બધા ને ઈ તો પરમેશ્વર
એની કૃપા થી જ તો બધા તરતા તા
અમે તો રહ્યા માનવી
તરતાં માં ભળી ગયા
લાજ હજુ લગી ઢાંકી બેઠો
અય ખુદા તું મારી
એટલે જ તો સજદા બધે કરતા તા
ને અમે પણ નમતા માં ભળી ગયા
માટી ના જાયા
આદમ અમે “મુસ્તાક”
માટી માં ભળી ગયા
આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
ક્યા બાત…!!!!!
ક્યા બાત…!!!!!
ક્યા બાત…!!!!!
શુક્રિયા…….!!!!
શુક્રિયા…….!!!!
શુક્રિયા…….!!!!
🙂 🙂 🙂
બહોત અચ્છે!!!
ભાઈ વાહ.. મજા આવી ગઈ..
આર્ટીસ્ટ માણસ હતો તું.. આર્ટીસ્ટ માં ભળી ગ્યો.. 🙂
just wonderful..
keep up..
વાહ મુસ્તાકભાઇ..
સૌથી વધારે ખુશી તો એ વાતની છે કે તમે ‘આશ’ માં ભળી ગયા..
ખુબ જ સરસ રચના.. આવી રચનાઓ આપતા રહો.. અમે એમાં ભળતા રહેશું.. 🙂
હમમ.. તો આ છે તમારો આગવો અંદાઝ.. અમને પસંદ આવ્યો.. Keep it up..
thanks friends… 🙂