ચાહત

હલો મિત્રો,

આજે મારી વધુ એક રચના પોસ્ટ કરું છું.. બેફામ અને મરીઝ ને વાંચીને ઘણી વાર એવું લખવાની ઈચ્છા થતી.. એમની રચનાઓ સુધી પહોચવું તો શક્ય નથી જ, પણ એક નાનકડો પ્રયત્ન કર્યો છે.. સમયના અભાવે ગઝલ બનાવવાની કોશિશ નથી કરી પણ એ પ્રકારની કવિતા બનાવી છે.. આશા છે કે તમને પસંદ આવશે..

રૂબાઈમાં મારી તમારા સિવાય, અન્ય કોઈ બાબત નહોતી..
માંગ્યા ખુદા પાસે બસ તમને, બીજી કોઈ ઈબાદત નહોતી!

મારા દિલની કેદમાંથી મળી, તમને ક્યારેય જમાનત નહોતી..
તમારી યાદોથી વધારે અમૂલ્ય, મારી પાસે કોઈ અમાનત નહોતી!

મારા હૃદયમાંથી ભલે ઊભરાય, તમારા હૃદયમાં એ ચાહત નહોતી..
દરેક અદામાં હોય છે શામિલ, તમારી “ના” માં એ નજાકત નહોતી!

અને પયમાનો અડાડ્યો હોઠે, જે આમ તો મારી આદત નહોતી..
દુનિયાએ માંગ્યો જખ્મોનો હિસાબ, કદી કરી તમારી શિકાયત નહોતી!

પ્રેમ માટે મારું મૃત્યુ, તમારે મન કોઈ શહાદત નહોતી..
કફન ઓઢાડવા પણ ન આવ્યા, એટલે કબરમાંય મને રાહત નહોતી!

– Aps

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

7 Responses to ચાહત

 1. PALU says:

  shu vat khu kheva mate sabdo nathi
  tamari kavita vanchi prem mateni abhivyakti thati nathi
  kayak durd chupayelu chhe aa kavya ma pan te shodhvani himmtt thati nathi.
  kem ke ee durd sahevani aamara ma takat nathi.
  bus ek vat aava kavya tame lakhata raho ee aasha chhe tamari pasethi.

 2. Hema says:

  Wow…. Superb… no words dear..

 3. ચેતના ભટ્ટ says:

  Superbbbbbbbb….!!!!!Apeksha…

 4. mustak says:

  હરેક નો પોતાનો આગવો અંદાઝ હોયછે.
  બહોત ખુબ !!!!!!!!!!!!!

 5. નિરાલી says:

  Wooooooow Aps.. Just wonderful..

  ખરેખર ‘બેફામ’ અને ‘મરીઝ’ પ્રકારની રચના.. પ્રેમ ના દર્દથી છલકાતી.. ‘ચાહત’ ની બધી સીમાઓ પાર કરીને એક નવી જ ઊંચાઈએ પહોંચતી.. અને આ ઊંચાઈને સ્પર્શવી એ ખરેખર એક બહુ મોટી વાત છે.. મને ગર્વ છે કે તું આજે ત્યાં પહોંચવામાં સફળ થઇ છો..

  “કફન ઓઢાડવા પણ ન આવ્યા, એટલે કબરમાંય મને રાહત નહોતી!” Superb..

  બસ હવે ગઝલ લખવાની પણ કોશિશ કરજે.. N you know what? I’m so much proud of you.. Love you.. Mwwaaaaah.. :*

  Keep writing my love..

 6. Thank you everyone for appreciating me which gives me courage to write more..

  @Palu: Thanks for such a nice comment.. it itself is like a poetry.. It feels really nice to have such a wonderful appreciation..

  @Nirali: I’m so happy that you liked it this much.. Your appreciation means a lot to me.. Thank you so much.. N yeah, I will surely try to write a gazal n make you feel more proud.. Love you too.. Mwwwaaaaah.. :*

 7. Gunjan says:

  Wow.. very very nice!
  You have potential to become great one like befam/mariz…

Leave a Reply to PALU Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.