મારી ગઝલને મારી નિશાની બનાવી દેજો..

એક મુફલિસ શાયરને દિલ માં વસાવી લેજો,
મારી ગઝલને મારી નિશાની બનાવી દેજો..

મહેફિલમાં જો કદી પણ મારી કમી ખલે તો
મારી યાદમાં તમે બે આંસુ વહાવી દેજો..

દર્દ ભરી ગઝલનો ઉલ્લેખ થાય જયારે,
મારી લખેલી થોડી ગઝલો સુણાવી દેજો

મારી કલમના દુઃખનું કારણ કોઈ પૂછે તો,
મારા તૂટેલ દિલના ટુકડા બતાવી દેજો..

જાઉં છું, જો કદી ના પાછો ફરી શકું તો,
મારી કબર પર થોડા ફૂલો ચડાવી દેજો..

પૂછે જો કોઈ તમને કે, “આશ” નું થયું શું?
દીપક બુજાઈ ગ્યો એ, એવું જણાવી દેજો..

– નિરાલી, અંજલી, ઉષ્મા, હેમા, ધવલ અને સુશાન્ત..

આપ સૌની માંગણીને માન આપીને મારા જન્મદિન નિમિતે એક નાનકડી ગઝલ લખી છે (એક દમ ત્વરિત સ્ફુરેલી છે, ૧૦ જ મીનીટમાં લખાઈ ગઈ!) .. થોડી સેડ મૂડમાં છે.. અને ઘણા બધા સુધારા પણ અનિવાર્ય છે, પણ સમયના અભાવે અત્યારે તો આ જ પોસ્ટ કરી દઉં છું.. અને આશા છે કે તમે સૌ આ ગઝલ માં ઓછામાં ઓછો “એક” સુધારો સજેસ્ટ કરશો..

EDIT:

આ ગઝલ પણ એક મિશ્ર છંદ ના આધારે જ બનાવેલ છે, બંધારણ:
ગા ગાલગાલ ગાગા ગા ગાલગાલ ગાગા

આ બંધારણ પર આધારિત અન્ય રચના..

ઐશ્વર્ય હે અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું. – મુકુલ ચોકસી

– ગઝલના છંદ નો ઉલ્લેખ કરવાનું સજેશન આપવા બદલ આભાર અંજલી..

Edit 2:

– નિરાલીના અભિપ્રાય પ્રમાણેના ફેરફાર સાભાર સમાવી લીધા છે..

Be Sociable, Share!
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

12 Responses to મારી ગઝલને મારી નિશાની બનાવી દેજો..

 1. Anjali says:

  Thanks Ashish for this wonderful ghazal as a present to all of us..
  May u keep writing more and more..

  Does this ghazal follow the rules of ghazals? Please mention, because I think this follows, but have some flaws, which I cannot find out!! Actually, I’m learning all this from you guys..

  Keep posting more. Happy birthday again!

 2. ચેતના ભટ્ટ says:

  Hey Jijs……….
  Many Many Happy Returns Of The Day………………
  “HAPPY BIRTHDAY”
  bt bt bt sorry for belated….
  નારાજ છો મારાથી? નાં કોઈ મેસેજ નાં કોઈ રિપ્લાય?
  અરે તમારો birthday કઈ ભુલાય?any ways બધા clarification માટે i will mail u ok..
  અને ખુબ સરસ ગઝલ લખી છે તમે….મારી ભગવાનથી એજ પ્રાર્થના છે કે તમારી બધીજ ઈચ્છા પૂરી થાય અને,તમે આવી જ રીતે ઉત્તરોતર પ્રગતિ કરતા રહો અને અમને આટલી સરસ ગઝલ અને કવિતાઓ નો ભંડાર પુરો પડતા રહો…
  અને છેલ્લે આપનું family song તો કેમ ભુલાય?…
  દિલ ચુરા……………………………………લિયા….દિલ ચુરા..આ …આ….આ..આ…આ..લિયા,..
  “Happy Birthday…””””””’

 3. ખુબ ખુબ સુંદર લખાઇ છે તમારી આ ગઝલ પણ..ધીરે-ધીરે તમારા શબ્દો અને શબ્દરચના
  બંને એક્દમ કોઇ નિવળેલા ગીત-ગઝલકારની રચનાનો અનુભવ કરવતા જાય છે..સૌ
  મિત્રોની લાગણીને માન આપી આ ગઝલ તમે અમને આપી તે વર્ષો સુધી નહી ભુલાય..
  “આભાર” શબ્દનો ઉપયોગ નહીં જ કરું..આ તો અમે અમારા હકનો ઉપયોગ કર્યો છે.
  અને હા,છેલ્લે… ગઝલમાં દુઃખદ ભાવ જેટલી તિવ્રતાથી રજૂ થાય તેટલી જ ગઝલ
  efective બને છે..મારું માનવું છે..માટે તમારી આ ગમગીન ભેંટનો અમે દિલથી
  સ્વીકાર કરીયે છીયે..(માફ કરજો..આખું લખાણ બહુવચનમાં છે..તો મારી સાથેસાથે
  યોગેશની પણ શુભકામના.)

  ઉષ્મા

 4. Hema says:

  ખરેખર, ખુબજ દર્દભરી ગઝલ છે .
  મારી પાસે અંજલી , ચેતના કે ઉષ્મા દીદી જેવા શબ્દો નથી. હા , એ ખરી વાત છે કે તમે હવે ગીત-ગઝલકારની રચનાનો અનુભવ કરાવો છો. સરસ કહેવાય ……..
  બસ આવીજ રીતે તમે સારી કવિતા , ગઝલ લખતા રહો .
  Love uuuuuuu 🙂
  Hema

 5. Dhaval Sanghvi says:

  Good Evening….
  nevr say u ar happy whn u ar sad..
  nevr say u ar fine whn u ar not ok..
  nevr say u afeel good whn u feel bad,..
  nevr say u ar alone whn i m still alive…
  good luck and best wishes 4ever…..

  Best of Luck and keep writing……….

 6. આશિષ says:

  @anjali.. as usual.. u r always there to praise our work.. our privileged to have you around.. This ghazal too follows rules of ghazal, and I’ll explain in the post itself. And, the thing that you feel the ghazal is missing is the proper “Chhand”. Thanks for your suggestion.

  @chets.. you are my world best saali yaar.. તારાથી કોઈ કેવી રીતે નારાજ થઇ શકે? Actually I’m facing problems with mobile and sim, that’s why I am not getting ur msgs, and also, a lil busy these days.. Sorry તો મારે કહેવું જોઈએ..
  Thanks a lot for your warm wishes dear.. need no clarifications, ever.
  અને તારો સાથ હશે તો આપણે આવી અને આનાથી પણ સારી અનેક રચનાઓ રચીશું..
  બસ, હવે એક કામ કર.. તારે આ ગઝલને હું કેવી રીતે વધારે સારી બનાવી શકું એ માટે કોઈ પણ એક સજેશન આપવાનું છે..

  અને હા…

  દિલ ચુરા…………………………….. લિયા.. 🙂

  @ushma.. This field is a wast ocean, and I’ve just set my foot on the boat.. A very long way to go.. And without You and of course Yogesh, we cannot move on.. છંદ ના આધારે લખવું મારા જેવા નવા નિશાળિયા માટે ખરેખર બહુજ કઠીન છે, પણ હવે નક્કી કર્યું છે કે બને ત્યાં સુધી નીયામાંધીન રહી ને લખવું..
  હવે મને એક સજેશન આપો કે જેનાથી હું આ જ ગઝલને વધારે સારી બનાવી શકું..

  અને હા, મારે તો “આભાર” નો ઊપયોગ કરવો જ પડશે.. અમારા દરેક પ્રયાસ ને બિરદાવવા બદલ ખુબ ખુબ આભાર.. આશ છે કે તમારી અપેક્ષાએ અમે ક્યારેય ઉણા નહિ ઊતરીએ..

  @hems… તારાથી આટલા લાંબા સમય માટે દૂર રહેવાને કારણે જે દર્દ ઊભું થાય છે એ આવી રીતે બહાર આવે છે.. 🙂 so, I mean to say is you are the ultimate inspiration of my poetry. Luv u.

  @dhaval… thanks a lot dear.. keep visiting us.. and you’ll be happy to know that I’m currently working on your request (or rather requirement) of being able to download ghazals.. 🙂

 7. નિરાલી says:

  Hell0 dear.. First of all thank u very much for such a beautiful gift..

  Again a superb and wonderful job.. Although i don’t like very sad creations, but as ushma di mentioned, when talking about gazal, the more pain the more lovely it looks.. so, this one is the loveliest..

  n you know what, આવી ગઝલ ‘બેફામ’ લખતા.. તમે પણ હવે ધીરે ધીરે એ હરોળ માં જઈ રહ્યા છો.. તો અમે તમને અમારા ‘ગઝલ સમ્રાટ’ તો કહી જ શકીએ.. 🙂

  બાકી, suggestion બસ એક જ છે.. About the order of your lines.. i felt the lines,
  “જાઉં છું, જો કદી ના પાછો ફરી શકું તો,
  મારી કબર પર થોડા ફૂલો ચડાવી દેજો”
  should have been just before the last two lines as they match perfectly with each other.. n ya, it’s ઉલ્લેખ, not ઊલ્લેખ and મુફલિસ, not મુફલીસ..

  બસ, આવી સુંદર સુંદર રચનાઓ કરતા રહેજો.. અને સાથે સાથે ગાતા પણ રહેજો.. coz we always love to hear more n more from you.. Love you..

  • આશિષ says:

   Thanks a TON Nirali.. thanks for wonderful suggestions!! I have incorporated the changes you suggested..
   But, I have just started this life long journey, and a title like Ghazal Samrat is yet very very distant and inappropriate for me.. and it would take me another birth to reach level of Befaam!!

   Thanks anyway for all your suggestions and love!!

 8. હાર્દિક પીઠડીયા says:

  very nice gazal ashish bhai…
  its sad gazal but very nicely written..

 9. Scrapwala says:

  Be-lated Birthday Greetings! but now i shall remember it since its exactly a month after Aashu’s birthday! You have not even mentioned it on linked-in ,otherwise we could have get to know!
  For the ghazal – THANKS FOR THE LOVELY RETURN GITF TO US! (i will not go in the technicalities and its literary aspects, after all its important to express and we are always there to read and understand your creations)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.