લાગણી..

હોય શિયાળાની બપોર કે ઉનાળાની રાત જેવી,
ક્યારેક હૂંફાળી તો ક્યારેક ઠંડા હિમપ્રપાત જેવી!

નથી નડતા બંધનો એને, નથી નડતા એને કાયદા,
વિહરે છે ખુલ્લા ગગનમાં, પંખીની કોઈ જાત જેવી!

પિગળી જતી ક્ષણમાં, તો ક્ષણમાં બને આધાર,
માતા જેવી મૃદુ ક્યારેક તો ક્યારેક કઠોર તાત જેવી!

પળવારમાં ખુશીઓ અપાર, પળમાં આંસુઓની ધાર,
મૌન જેવી શાંત તો મીઠી મધુરી વાત જેવી!

લાગણીઓની તો હોય છે, વાત જ કંઈક ‘નિરાલી’,
રોમેરોમને મહેકાવતી, સુગંધી પારિજાત જેવી!

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

18 Responses to લાગણી..

 1. Anjali says:

  લાગણીઓની તો હોય છે, વાત જ કંઈક ‘નિરાલી’..

  લાગણી વિશે પણ કેટલી સરસ લાગણીશીલ કવિતા લખી છે..

  ખરેખર “નિરાલી” ની વાત જ છે નિરાલી..
  જે હંમેશા અદભૂત રચના લઇ ને આવે છે..

  Keep up..

 2. ushma acharya says:

  વાહ! સવાર સવારમાં તમારી રચના વાચી મન પ્રફુલ્લિત થઇ ગયું.હું તો ફેન છું
  તમારી સાદી શબ્દ-પસંદગી અને તેની ઉત્તમ ગોઠવણીની તમારી આંતરસૂઝની..
  તમારી આ “લાગણી” સીધી અમારા અંતરે પહોંચી છે..બીજી રચનાના ઇન્તેઝારમાં

  ઉષ્મા

 3. આશિષ says:

  There u go again!

  મારી “લાગણી” ને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.. ખૂબ સુંદર રચના અને એ પણ ખૂબજ સરળ શબ્દો માં..

  KEEP UP! 🙂

  and thnx Anjali n Ushma.. for your ever valuable inputs and encouragements..

 4. હાર્દિક પીઠડીયા says:

  very nice written….

 5. Hema says:

  વાહ ! નિરાલી વાહ !
  ખુબજ નિરાલી રચના ……………..

 6. નિરાલી says:

  @anjali, @ushma, @aSh, @ hardik, @ hema:
  ખુબ ખુબ આભાર મારી રચનાઓને સરાહવા માટે.. જે હમેશા મને પ્રોત્સાહન પૂરું પડે છે..

  “બસ આવી જ રીતે અમને પ્રોત્સાહિત કરશો એવી આશ..
  અને અમે પણ રચનાઓ આપવામાં નહિ કરીએ નિરાશ..” 🙂

 7. mayur gohel says:

  very nice .

 8. નિરાલી says:

  Thank you Mayur..

 9. ચેતના ભટ્ટ says:

  પિગળી જતી ક્ષણમાં, તો ક્ષણમાં બને આધાર,
  માતા જેવી મૃદુ ક્યારેક તો ક્યારેક કઠોર તાત જેવી!
  superb nirali…

 10. નિરાલી says:

  Thank u chetna..

 11. Scrapwala says:

  I really feel the whole poem & specially the last line……” sugandhi parijaat jevi’ ,
  wakai ” aa laagni ni waatj ‘nirali’ che”.

 12. આશિષ says:

  totally agree with you Avinashji…

 13. નિરાલી says:

  Thank u very much Avinashji 4 appreciating my little effort.. N thanks aSh.. 🙂

 14. chirag thakkar says:

  i like all of above it its very nice

 15. bhojani mustak says:

  ભેદ કેવું કઈ કડી ન શક્યો “મુસ્તાક” વાત અગમ કૈક એવી લખો તો કાગળ ભીનો ને વિચારો તો આંખો ભીની, આ લાગણીઓ પણ કેવી!!!!!!!!!!

 16. નિરાલી says:

  Wooooooooow! I’m surprised.. Thank you very much mustakbhai for visiting n for such a wonderful appreciation.. આ લાગણીઓ પણ કેવી!!!!!!!!!! 🙂

 17. જયદિપ લિમ્બડ , મુંદરા (કચ્છ) says:

  એ………… હવે તો મારી પાસે શબ્દોજ નથી રહ્યા ,
  કે આ તમારી લાગણીઓને
  હું ક્યાં શબ્દો માં પ્રોત્સાહન આપું………………. !!!!!!!!!!!!
  “લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
  ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી”

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.