એક વાર એવો અવસર મને મળે,
કે તું હોય સામે અને વરસાદ તૂટી પડે..
આપણી નજર ને ભીંજવતી એક બુંદ,
બુંદ પર પ્રતીબીમ્બીત એ પ્રીત ઝળહળે..
ઇન્દ્રધનુષ-સા સ્વપ્નો ની થાય આપ-લે,
શબ્દો રહે હૃદય માં, બસ હોઠ સળવળે..
એ આંખો ની ભાષાએ રચાય કૈક શમણા,
શરમ કહો કે થાક, પાંપણ ઢળી પડે..
નહિ હોય વિરહ નો ડર, એ વીજળી હશે,
નહીતો આ બોલ મારા અટવાય ના ગળે..
નિર્દોષ પ્રીત એ જોઈ પેલું આભ પણ રડે,
બસ તું હોય સામે અને વરસાદ તૂટી પડે..
કેમ છો નિરાલી..?
તમારા કાવ્યો વીષે કઈક લખ્યા વિના રહી શકાય તેમ નથી..
જેમ તમારી રચના સુન્દર છે..તેવી જ રિતે તમારા શબ્દોની
પસન્દગી ખુબજ સરસ છે.સારા કાવ્ય માટે જે એક્દમ જરુરી છે.
એક સામાન્ય વાચક તરિકે
આ કાવ્ય વાચવુ,માણવુ અને વિચારવુ ગમે તેવુ છે..
બસ આવીજ રિતે હંમેશા…તમારી કલ્પનાશકિત..સર્જનશકિતીનો લાભ અમને
મળતો રહે…તેવી મારી શુભેચ્છા..
ઉષ્મા.
ખુબ સરસ નિરાલી….
તારી આ છેલ્લી પંક્તિ
નિર્દોષ પ્રીત એ જોઈ પેલું આભ પણ રડે,
બસ તું હોય સામે અને વરસાદ તૂટી પડે..
હૃદય ને સ્પર્શી જાય એવી ખુબ સુંદર છે..
Fully agree with Chetna and Ushma..
You have the potential to become a gr8 poet..
Keep them coming buddy..
gr8 work..
ऐ बहेके रहेम इतना न बरस के वोह आ न सकें वोह आजायें तो इतना जम के बरस के वोह जा न सकें
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે – રમેશ પારેખ 🙂
બે પવિત્ર આત્માઓનું મિલન થયું,
દેવતાઓએ કર્યો હર્ષનાદ,
ભગવાન ની આંખો રડી પડી,
અને પડી ગયો વરસાદ.. – અપેક્ષા 🙂