પ્રિય મિત્ર જેવા જીજાજી,
ખુબ ખુબ અભિનંદન આ નવા પ્રયાસ માટે …
આજે તમારા બ્લોગ માં મારું પ્રથમ બનાવેલું કાવ્ય મુકું છું
આશા રાખું છું તમને ગમશે …
આજે ઝરમર વરસાદ ને તારી યાદ,
આપણો જુનો સંબંધ ને તારી યાદ,
મીઠી મીઠી લાગણી ને તારી યાદ,
મોસમ નો પેહલો વરસાદ ને તારી યાદ,
આંખ માં આંસુ ને તારી યાદ…
થેન્ક્સ ચેતના, આ બ્લોગ પર લખવા માટેના મારા નિમંત્રણનો સ્વીકાર કરવા બદલ..
તારો અને આપણા અન્ય મિત્રોનો સહયોગ મળતો રહેશે તો મને ખાતરી છે કે આપણે આપણા આ નવા શોખને ખુબ સારી રીતે વિકસાવી શકીશું. ઇન્ટરનેટના માધ્યમથી આપણી રચનાઓ ખુબ મોટા વર્ગ સુધી પહોંચી શકશે અને એમની આલોચનાઓ અને એમના પ્રોત્સાહનની મદદથી આપણે વધુ સારું લખી શકીશું.
તારા આ નાનકડી પણ ખુબ સુંદર રચના દ્વારા તે ખરેખર પ્રભાવિત કરી દીધા.. ખાસ કરીને મને અંતિમ પંક્તિ ખૂબ જ ચોટદાર લાગી..
આંખ માં આંસુ ને તારી યાદ…
આમ પણ હમણાં વરસાદની સીઝન છે અને હું હેમાથી દૂર છું એટલે આ કંઇક વધારે જ ગમે છે.
અંતમાં બસ એટલુંજ કહેવું છે કે આપણા આ બ્લોગ પર આમ જ અવિરત લખતી રહેજે..
ચોક્કસ જીજાજી ….