હાય..
હેલ્લો..
નમસ્તે..
હું આશિષ, એક ગુજરાતી ભાષાને પ્રેમ કરતો, ગુજ્જુ ગીક છું..
સોફ્ટવેર એન્જીનીઅર છું, એટલે સ્વાભાવિક રીતે જ હું એક ગાયક, સંગીતકાર, ફોટોગ્રાફર, ફિલોસોફર, કવિ, લેખક, મનોવૈજ્ઞાનિક, ચિત્રકાર, ટેક સેવી એનાલીસ્ટ છું. ફુલ્લ વોલ્યુમે મ્યુઝીક સાંભળતા સાંભળતા ફુલ્લ સ્પીડે ગાડી દોડાવવાનો પણ શોખ છે.. આ સિવાય, અત્યાર ના નવા શોખ પ્રમાણે હું બોડી બિલ્ડર પણ બની રહ્યો છું..
એક સમયે એક સાથે ઘણા કામ હાથમાં લઇ ને દુખી થવાની આદત પણ છે જ.. પણ ભગવાનની દયા થી અંતે તો બધું સમું સુતરું પાર ઉતરે છે.
આ સિવાય હું પોઝીટીવ થીન્કીંગ અને હેપ્પી લીવીંગ માં માનું છું .. મારો અનુભવ છે કે, દરેક વ્યક્તિ અને ઘટનાઓની ઉજ્જવળ બાજુ જોવાથી ઘણી સમસ્યાઓનો હલ મળી જાય છે અથવા એ સમસ્યાઓને કારણે ઉદભવતા દુઃખ માં ઘણી રાહત મળે છે, અને હંમેશા હસતાં રહેવાથી મુશ્કેલીઓ દૂર ભાગે છે..
અને મને એ વાત નો ગર્વ છે કે મને મારા જીવનના સારા-નરસાં દરેક સમયે મારા મિત્રો નો સાથ મળી જ રહ્યો છે, અને આવા મિત્રોને કારણે જ આ પ્રકારના બ્લોગ ની રચના કરવાનું શક્ય બન્યું છે. મારી સૌથી પ્રિય મિત્ર – મારી પ્રેરણા – મારી જીવન સંગીની – હેમા છે.. જેની પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રેમને કારણે હું આજે હું બની શક્યો છું. મારી લાડલી – નાનકડી પરી – પૂર્વા પણ મારી મીઠી મીઠી ફ્રેન્ડ છે.. મમ્મી-ડેડીએ પણ બચપણથી જ મારો ઉછેર મારા મિત્રો, મારા માર્ગદર્શક તરીકે જ કર્યો છે. આમ, મારા પરિવારમાં મારા મિત્રો જ છે અને મારા મિત્રો મારો પરિવાર છે..
આ સિવાય હું આ બ્લોગને પણ થોડો ઘણો ન્યાય આપું છું. હજુ સુધી તો બે ચાર છૂટી છવાયી રચનાઓ (બાલીશ રચનાઓ) લખી છે. બાકી અનુભવ અને આપના જેવા મિત્રો ની સલાહ સૂચનોથી ક્વોલીટીમાં સુધારો થઇ શકશે.. આ ઉપરાંત બીજા બે બ્લોગ મેનેજ કરું છું: એક મારું પોતાનું ફોટો બ્લોગ છે, જેના પર મે એક “પ્રોજેક્ટ ૩૬૫” ચાલુ કરેલ, પણ દિલ્હી આવવાનું થતાં એ પ્રોજેક્ટ અધુરો રહી ગયો છે.. (જોવા માટે ક્લિક કરો: http://utalent.co.cc). અને એક બીજું બ્લોગ છે મારા મિત્ર અવિનાશનું Samaj Shilpi, જેના પર તેઓ અને તેમની નાનકડી દીકરી અશ્વિની તેમની રચનાઓ પોસ્ટ કરે છે.
મારા સહ સંચાલકો ચેતના, નિરાલી અને હાર્દિક નો હું ખુબ આભારી છું, જેમણે આ બ્લોગની રચનામાં પાયાનો ભાગ ભજવ્યો છે.. અને જેમની પ્રેરણા – પ્રોત્સાહન ને કારણે આ શક્ય બન્યું છે.. ખરેખર તો એમના કવન માણવામાંજ ખૂબ આનંદ થાય છે..
અને અંતે આપ સૌ નો ખૂબ આભાર.. અમારા આ પ્રયાસને માણવા, એને વધારે માણવા લાયક બનાવવા માટે આ બ્લોગની વારંવાર મુલાકાત લેતા રહેશો અને અમારા કાર્ય ને આપના અભિપ્રાય દ્વારા પ્રોત્સાહિત કરતા રહેશો..
મારો સંપર્ક કરવા માટે ના રસ્તાઓ અનેક છે…
ઈ મેઈલ: ashishtilak@gmail.com, ashishtilak@yahoo.co.uk
ટ્વીટર: ashishtilak
જી ટોક: ashishtilak
એમ એસ એન: atilak_2001
લિન્ક્ડઇન: http://in.linkedin.com/in/ashishtilak
ફેસબુક: http://www.facebook.com/ashishtilak
અને આ બ્લોગ તો છે જ..
so, keep in touch.
આભાર…
મારા વાહલા સંચાલક મિત્રો,
આમ તો આ બ્લોગ ના સંચાલકો માંથી હું માત્ર શ્રી આશીશ તિલક ને ઓળખું છુ બીજા શ્રી સંચાલકો ને હું જાણતો નથી પણ મારા તમામ સંચાલક મિત્રો ને મારા “જય શ્રી સ્વામીનારાયણ”
હું ગુજરાતી કાવ્ય, સાહિત્ય કે ગઝલ ની બાબત માં બહુ ખાસ જાણતો નથી પણ જયારે કોઈ સરસ મજાની કાવ્ય પંક્તિ વાંચી ને સંભળાવે અથવા તો કોઈ રસપ્રદ સાહિત્ય ની વાત કરે તો ખુબ જ મજા આવે છે. કારણ કે આફ્ટર ઓલ અપડે કેવાય તો ગુજ્જુ ને ભાઈ……
ખાસ તો આ બ્લોગ થી મને એટલું જાણવા મળ્યું કે આપણા મિત્રો તેમના મન ની વાત અહી મુક્ત પણે વેહતી કરી ને અને તેમની વિશિષ્ટ આગવી શૈલી માં કાવ્ય પંક્તિ રજુ કરે છે , આ પંક્તિ વાંચી ને મન ખરેખર ખુબ જ પ્રફુલ્લિત થાય છે. મેં છેલ્લા ત્રણ ચાર દિવસ માં આ બ્લોગ ની અમુક રચનાઓ વાંચી જેમાંથી મને “ સ્વાર્થી” , “ જીવન” જેવી રચનાઓ મને ખુબ જ પસંદ આવી…. બસ હવે બહુ ખાસ લખતો નથી. કઈ ભૂલચૂક તહી ગઈ હોઈ તો માફ કરશો …
તમારો નવો મિત્ર
અચ્યુત રાજ્યગુરુ
આભાર અચ્યુત.. આવીજ રીતે મુલાકાત લેતા રહીને અમને પાનો ચડાવતા રહેવાનું..
ડીયર આશિષભાઈ
જય શ્રી સ્વામીનારયણ,
છેલ્લા ઘણા વખત થી તમારા બ્લોગ ની મુલાકાત નથી થતી પણ આજે મેં ” કિનારો મળી ગયો ” વાચ્યો ને ખુબ મજા આવી.
બાકી તમારા “સેપ” ની સફળતા બદલ ખુબ ખુબ અભિનંદન .
કેચ યુ લેટર mate…..
Achyut Rajyaguru
ખુબ ખુબ આભાર અચ્યુતભાઈ “જય શ્રી સ્વામીનારાયણ” આપે અમારા બ્લોગની મુલાકાત લીધી અને અમારી રચના તમને ગમી એનાથી વધુ સારી વાત બીજી શું હોઈ શકે ..?બસ આવી રીતે અમને પ્રેરણા પૂરી પડતા રેહજો અને ફરી આવતા રેહજો …
Hi. Hello. Namaste.
As everyone else who is in touch with you, I too will say you truly are an awesome, never fading source of positive energy. I have learnt from you how to see the positive side of every situation. I knew that you have lot many friends, but m really touched with ur this quote:
“મારા પરિવારમાં મારા મિત્રો જ છે અને મારા મિત્રો મારો પરિવાર છે..”
really awesome line.. You’v got a beautiful family.. wonderful wife, cutest n smartest daughter, loving parents and not to mention friends who are actually your family.. I wish your whole life to be filled with love, love and only love.. I’ll pray to the almighty not to show shadow of sorrow over you and your family..
Talking about this site, I have no words to explain how good you people are even in these starting days of your new adventure.. I love the way you can write your feelings in poetry.. Please carry on. I’ll always be with you. I will praise and criticize all your creations..
And, I want to meet all of you.. Whenever I’ll get a chance, I’ll surely arrange some meetup with all you guys..
Love you all: Chetna, Nirali, Hardik… you dont know how awesome you all are.. yess, really..
And, specially you Ash…
so, please please please dont stop.. keep moving.. keep spreading your positive energy…
-Anjali.
Hey anjali.. Thank u very much for praising our efforts so nicely.. It really gives us courage to write more n more.. I too will love to meet u n all.. Please arrange something.. Love u too dear..
N dear Mr.+ve, Thanks for giving this opportunity to all of us.. It doesn’t just gives courage n inspiration to write.. but it is also spreading so much love.. I’m so glad to be a part of this.. Love u so much..
I’m completely speechless with your response and love… I am what I am because of all of you.. I spread love, coz I am getting more than what I give..
@anjali, Thnx for encouragements and appreciations, which as Nirali pointed, will help us write more.. Thanks for all the wonderful wishes. Regarding meetup, we can surely arrange one, just inform us about your plans..
and @nirali, in fact I’m the one who is more happy for becoming the reason for your talent to be showcased to the world..
Wish you many happy returns of the day! May all your wishes come true, and you get all that you desire.. May the coming year bring love, joy, wealth, health, peace, progress and prosperity..
In return I just want you to continue writing in this fashion, and keep improving day by day. Always do better than what you did yesterday. Compete with yourself and bring out the best from you..
Wish you all the best..
“HAPPY BIRTHDAY”!!
~Anjali
Happy birthday.. May this year brings lots of new poems and ghazals to your mind, so we can enjoy them.. 🙂
Keep up.. Have a nice year ahead.. God bless you..
Hello Sir! Very nice site.. Thank you very much for providing my daughters such a good platform.. I hope that both of them will utilise the opportunity.. And very nice creations by you too..
– N.D.Solanki
Hello Ashish..
I dont know you personally, but have become fan of you, your aashmates and your website. Very nice work all of you..
Keep up..!!
ડીયર આશિષભાઈ ,
“જયશ્રી કૃષ્ણ”
આમતો મને ગઝલમાં કે કાવ્યમાં બહુ ગતાગમ નથી પડતી પણ, વાંચવાનો અને સંભાળવાનો જબરો શોખ છે , જે આપના સંચાલક એવા મુસ્તાકભાઈ ભોજાણી ને અનાયાસે મળ્યો અને અને મને આ આશ……….. વિશે વાત કરી ત્યારથી મને વાંચવાની બહુજ મજા આવી અને આંનદ પણ આવ્યો ,
“હું પોઝીટીવ થીન્કીંગ અને હેપ્પી લીવીંગ માં માનું છું ”
ઉપરોક્ત તમારી આ વાત ખુબજ ગમી , અત્યારે સમયની ખોટ બધાને સાલતી હોય છે , ત્યારે તમાંરા આ વિચારોને જોઇને મને ખુબજ આનંદ છે કે તમે પોઝીટીવ માં માનો છો……
અને ખાસતો હાર્દિકભાઈ નું તો કેવું પડે હો ………………..
ઓહો…………. ઓહો………….. ઓહો…………. ઓહો…………..
હૈયું હલબલાવી દયે એવી કલમ ચલાવે છે …….
માન ગયે …………. કરે છે MBA અને લાગે છે કે ગુજરાતી ભાષાના પ્રોફેસર હોય ?
હાર્દિકભાઈ સીવાય બીજા કોઈને તો હું નથી ઓળખતો, પણ બધા સંચાલકોની કૃતિઓ વાંચીને મનમાં ખુબજ આનંદ આવે છે એટલી ખબર છે ,
ખુબજ સરસ પ્રયત્નો છે …………
શાબ્દિક પ્રયોગમાં કંઈ ભૂલ થઇ ગઈ હોયતો માફ કરજો…………………………
“એક સમયે એક સાથે ઘણા કામ હાથમાં લઇ ને દુખી થવાની આદત પણ છે જ” — મારા માટે પણ સંપૂર્ણ રીતે સાચું!
હજી દિલ્હીમાં જ છો? હાફ-મેરેથોનમાં આવવાનું થશે તો Ping કરીશ.. 🙂
યજ્ઞ છે આ …
બ્લોગ નું સરનામું આપવા માટે ચેતના ભટ્ટ નો આભાર !
આશિષ તથા સૌ દોસ્તો ને અભિનંદન !
અમારા સૌ વતી આપનો ખૂબ ખૂબ આભાર સર! 🙂
ભાઇશ્રી આશિષ અને તેનાં ઉર્જા અને તાજગીથી મહેકતાં મિત્રોની સાથે આજની આ મુલાકાત હંમેશાં મળતાં રહેવાનુંકારણ બની રહ્યાં, તેનો આનાંદ છે.
વાંચવા અને માણવાથી વધારે મારે સાહિત્ય (કે કોઇ પણ કળા) સાથે સંબંધ નથી – સાહિત્ય એટલું સદ્નસીબ- એટલે આ મંચની મારી મુલાકાતો સક્રિય નહીં રહે, પણ મુલાકાત થતી જરૂર રહેશે તેટલી ખાત્રી તો જરૂરથી આપીશ.
તમે સહુ તમારાં પોતાનાં કાર્યક્ષેત્રમાં અને અંગત જીવનમાં ખુબ જ અર્થસભર ખુશહાલ સફળતા મેળવો એવી શુભેચ્છાઓ.
– અશોક વૈષ્ણવ