Its a whole new hope…

ગુરૂવાર, જુલાઈ  ૨૨, ૨૦૧૦

પ્યારા મિત્રો..

આજકાલ નવાં (એટલે કે જૂનાં પણ બાકી રહી ગયેલ) શોખ જાગૃત થયા છે..
લગભગ ૧૧ થી ૧૨ વર્ષ પહેલાં કૉલેજ કાળ દરમ્યાન કસરતો કરી હતી.. હવે ફરીથી ‘બોડી બિલ્ડીંગ’નો શોખ વળગ્યો છે, એટલે દિલ્હી આવ્યા પછી જીમ જોઈન કરી લીધું છે. વર્ષો જૂની ગિટાર શીખવાની ઈચ્છા પણ પૂરી થઇ રહી છે.. ઈંટરનેટ પર રહેલા ગુજરાતી સાહિત્યના ભંડારમાં ડૂબકા મારવામાં પણ અનેરો આનંદ આવી રહ્યો છે અને જુના નવા અનેક સર્જકોનું સર્જન માણવા મળી રહ્યું છે. અને SAP ટ્રેનીંગ તો ખરી જ..

આવો જ એક અનેરો શોખ લાગ્યો છે સાહિત્ય સર્જન નો.. દિલ્હી આવ્યા પછી એકદમ અચાનક જ મારામાંનો સાહિત્યકાર જાગી ઉઠ્યો છે અને જાણે દૂધ માં ઉભરો આવે એવી રીતે અચાનક જ અંદર થી ઊર્મિ શબ્દ સ્વરૂપે છલકાવા લાગી છે. આ શબ્દો ને મેં કેચ કરવાનું નક્કી કર્યું અને એને સ્થૂળ સ્વરૂપ આપવાનું નક્કી કર્યું.

અને એટલે જ હું આજે આ એક નવો બ્લોગ શરૂ કરું છું, જે બની રહેશે આપણા સૌનો સહિયારો બ્લોગ. આપણા આ સહિયારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ પર આપણે સૌ સાથે મળીને આપણું પોતાનું સાહિત્ય શેર કરીશું. આપ અહી આપની પોતાની મૌલિક રચનાઓ રજુ કરી શકશો, અને બીજાની રચનાઓની સમીક્ષા પણ.. અહી આપ ઉપયોગી માહિતીની આપલે પણ કરી શકશો અને જાણીતા-અજાણ્યા સાહીત્યકારોની રચનાઓ પણ શેર કરી શકશો.

… તો ચાલો શૂન્યમાંથી થોડું સર્જન કરીએ…

સૌનો સહકાર મળતો રહેશે એવી આશ સાથે..

Be Sociable, Share!

3 Responses to Its a whole new hope…

 1. ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત છે. હૃદય અને મનમાં રહેલા ભાવોને પ્રગટ કરવા માટે બ્લોગજગતનું ઉત્તમ માધ્યમ મળ્યું છે તો એ ભાવોની અભિવ્યક્તિ માત્ર દૂધના ઉભરા જેટલી સીમિત ન રાખતા … નિયમિત અંતરે દૂધને ગરમ કરતા રહેજો.
  બીજું, લોકોની કોમેન્ટ પર જ તમારી કલમને ચલાવવાનું રાખશો તો બહુ જલ્દી એમાં વિરામ આવી જશે. તમે વધુ ને વધુ સારું લખવાનો પ્રયત્ન કરતા રહેશો તો કોમેન્ટ એની મેળે આવી મળશે.
  તમારી ટીમને હાર્દિક શુભેચ્છાઓ ..

  • આશિષ says:

   ખૂબ ખૂબ આભાર દક્ષેશભાઈ.. કોઈ કલ્પના જ ન હતી કે આપના જેવા દિગ્ગજ તરફથી અમારા આ નાનકડા પ્રયાસ ને આટલું સરસ પ્રોત્સાહન મળશે..

   અને પોઈન્ટ નોટેડ. અમે કોમેન્ટસની અપેક્ષા વગર જ હૈયાની લાગણીને ઠાલવતા રહીશું.

   અને હા, અમે ‘ચાતક’ ના ખૂબ મોટા ચાહક છીએ..

   આભાર, ફરી એક વાર..

 2. Sonal says:

  Dosti pehli baarish ki boondon main hai
  Dosti khilte phoolon ki khushboo main hai
  Dosti dhalte sooraj ki kirano main hai
  Dosti har naye din ki umeed hai
  Dosti khwaab hai,dosti jeet hai
  Dosti pyaar hai,dosti geet hai
  Dosti do jahano ka sangeet hai
  Dosti har khushi,dosti zindagi
  Dosti agahi,roshni,bandagi
  Dosti sang chalty hawaon main hai
  Dosti in barasti ghataon main hai
  Dosti doston ki wafaon main hai
  Daath uttha kay jo maangi gayi hai dua
  Dosti ka asar in duaon main hai….!!! honeywell
  Dosti pehli baarish ki boondon main hai
  Dosti khilte phoolon ki khushboo main hai
  Dosti dhalte sooraj ki kirano main hai
  Dosti har naye din ki umeed hai
  Dosti khwaab hai,dosti jeet hai
  Dosti pyaar hai,dosti geet hai
  Dosti do jahano ka sangeet hai
  Dosti har khushi,dosti zindagi
  Dosti agahi,roshni,bandagi
  Dosti sang chalty hawaon main hai
  Dosti in barasti ghataon main hai
  Dosti doston ki wafaon main hai
  Haath uttha kay jo maangi gayi hai dua
  Dosti ka asar in duaon main hai..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.