Author Archives: શબનમ

પ્રહાર

આ નાના મોટા જખ્મો કંઈ પીડતા નથી , જિંદગી હવે જરા જોરથી પ્રહાર કર.. પીઠમાં ખંજર નહીં પોસાય દોસ્ત મારા , આવ સામી છાતી એ ખુલ્લેઆમ વાર કર.. થયો મારો અસ્ત જાણી ખુશ થતાં ન રકીબ , પામીશ ઉદય હું … Continue reading

Posted in Uncategorized | 2 Comments

અષાઢી બીજ

My first kutchi poem on Kutchi New Year… અષાઢી બીજ, મથે ચમકેતી વીજ કે મનડો મુજો હેતથી ઉભરાજે , વરસેતો મીં , પંઢકે જલીયાં આંઉ કીં? એનકે નેરી મુજી અખ શરમાજે .. ગજ્જણ જા સૂર ને મોર જા ટહુકાર, જાણે … Continue reading

Posted in કચ્છી | 2 Comments

પિતા

માંના ગુણો તો જાણે છે જગ , પણ પિતાનાં પ્રેમની ન કોઈને પરવાહ, કેમ કરી ભૂલો એ પ્રેમળ મૂર્તિને, જેની આંગળી પકડી કાપી જીવનની રાહ.. પ્રેમભર્યો ઠપકો ને સમજણની શીખ , ભટકતાં બાળને ક્યારેક બતાવે બીક, પ્રોત્સાહક શબ્દો ન ખૂટે … Continue reading

Posted in કાવ્ય | Leave a comment

આ પ્રિય જિંદગીને એક તક તો આપો .

આજકાલ દરરોજ છાપાંઓમાં આત્મહત્યાનાં કિસ્સાઓ વાંચવા મળે છે..જે વાંચીને ખુબ જ દુઃખ થાય છે કે આવી કિંમતી જિંદગીને લોકો ફોગટ સમજી અંત આણી રહ્યાં છે..બસ એજ વિચાર પર આ કાવ્ય છે.. ઈશ્વરની અનમોલ સોગાત છે આ જિંદગી , કોઈ ગૂઢ … Continue reading

Posted in કાવ્ય | Leave a comment

સૂકી ડાળ

એકલું ઝાડ ને સૂકી ડાળ , જવાનાં જ હતાં એનાં પ્રાણ.. ત્યાં આવી એક પંખી બેઠું , જાણે આશાનું કિરણ દીઠું.. કલરવ એનો સંજીવની બુટ્ટી, રુંવે રુંવે કૂંપણ ફૂટી .. મળ્યું વૃક્ષને નવજીવન વધાવે જેને આખું વન.. !!

Posted in કાવ્ય | 1 Comment

અધૂરું સ્વપ્ન ..

ધૂંધળુ – ધૂંધળુ , ઝાંખુ – ઝાંખુ , પૂર્ણ થવાની આશમાં, રઝળતું – ભટકતું , ક્યારેક મુખે સ્મિત તો ક્યારેક આંખે આંસુ લાવતું.. એક અધૂરું સ્વપ્ન ..!!

Posted in કાવ્ય | 1 Comment

જીવન

જીવન હકીકતમાં જેવું જીવાય છે, એવું ક્યાં કદી કોઈને કહેવાય છે.. આંખે છલકાતાં આંસુ છુપાવીને, કોઈ પૂછે તો મજામાં છું એમ કહેવાય છે… અઢળક ઇચ્છાઓ ઉછળતી અંતરે, પણ ઈચ્છા મુજબ ક્યાં કશું થાય છે… રોજ પીરસાય છે અહીં અવનવી વાનગીઓ, … Continue reading

Posted in કાવ્ય | 3 Comments

ફાગણ ફોર્યો છે ..

આભે ઉડ્યા રંગીલા રંગ કે ફાગણ ફોર્યો છે.. આવો રંગે રમીએ ઓ સજન કે ફાગણ ફોર્યો છે ડાળો છે ઝૂકી ઓલ્યા ફૂલડાંનાં ભારથી.. ભમતાં પતંગિયાં અદકેરાં પ્યારથી.. મહેક્યું હવાનું અંગ અંગ કે ફાગણ ફોર્યો છે .. અબીલ ગુલાલથી શોભે ગગન … Continue reading

Posted in ગીત | 1 Comment

આવો તો ખરા

મન ભરી નિહાળીસ,તમે આવો તો ખરા ભીંજાવા છું તૈયાર સ્નેહ વરસાવો તો ખરા.. આમ તો રહેતી સદાય ભીની આંખો તોયે એ હસસે, તમે હસાવો તો ખરા.. છે હૃદય વેરાન તોય ઉગી નીકળશે, પ્રેમ નું એક બીજ જરા વાવો તો ખરા.. … Continue reading

Posted in કાવ્ય | 3 Comments

Election છે.

બેનર લાગ્યા , ભરાઈ સભાઓ , શરૂ થઇ ગયો પ્રચાર , આ તો આગોતરી preparation છે , કેમ ભૂલી ગયા Election છે ? લોભામણા વાયદા ને શબ્દોનાં પ્રહાર, પ્રજા વસે અંધારા તળે ,માત્ર નેતાને સવાર , ખાદી તો એમની fashion … Continue reading

Posted in કાવ્ય | 7 Comments