દિવાળી

આજ દિવાળી, કાલ દિવાળી..
બોલ, કોની કેવી દિવાળી..?

આપણે સાથે રહીશું કાયમ,
છો ને હોય કે ના હોય દિવાળી.

હું ઘી ને વાટ લાવું,
તું પ્રેમે પ્રગટાવ દિવાળી

હું રંગો થી ઘર સજાવું,
તું રંગો થી પૂર દિવાળી..

આસોપાલવ – કંકુ થી સ્વાગત કરશું,
મેવા મિષ્ઠાન વગર અધૂરી દિવાળી

ફૂલો તોડી હું લાવું,
તું સુગંધ પરોવી.. મનાવ દિવાળી

-Cheta

Happy Diwali from Chetna ~Bhavin💖

આ રચનાને શેર કરો..
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

Leave a Reply