૧.
તું
જોતો રહ્યો રાહ
સારા પવનની,
તું
માંજતો રહ્યો દોરીને
કે પતંગ કપાય નહિ,
તું
કરતો રહ્યો હંમેશાં
બે પતંગ સાથે ઉડાડવાની કોશિશ,
ને ઉત્તરાયણ જતી રહી..
એક પતંગ, એક દોરી અને થોડી હવા,
બસ આટલું પુરતું નથી જીવી લેવા માટે?
૨.
કોઈને ઉડાડવી ગમે,
કોઈને કાપવી
કોઈ બસ દૂરથી જોઇને ખુશ થઇ લે,
ને કોઈ રાહ જુએ ગમતીલાં પતંગના કપાવાની
તો કોઈ વડી લંગરિયા નાખીને લૂંટે પણ ખરાં
કેટલું કહી જાય છે માનવમન વિષે
આ ઉત્તરાયણ!
માનવમનને સ્પર્શતી વાત કેટલી સુંદર રીતે કહેવાઈ છે. સરસ !