હોળી

નિખાલસ  મન,

છાણા,ધજા,હોળી,

પ્રહલાદ,હોળીકા,પ્રદક્ષિણા,

મારે શું નીસ્બધ

મારે મન,

ધાણી,ફુલ્લા,પતાસા ને પિચકારી

એજ હોળી….

 

 

વિવિધ રંગો,

કોઈ કાચા કોઈ પાકા

લાલ,લીલો,પીળો,કેસરી,

રંગબેરંગી શરીર,

રંગ કાઢવા ના વિવીધ પ્રયાસો

જાત જાત ના નુસખા કર્યા.

ભાત ભાત ના સાબુ ઘસ્યા

છતાં

એક કાળો ધબ્બો

કાયમી રહી જાય….

 

 

 

વિસરાતી સંસ્કૃતી

પશ્ચિમી અનુકરણ

હોળી ની શું ખબર,

આ શહેરી લોકો તો

ક્યાંક આગ લાગ્યા નું સમજી,

એકઠા થઇ જતા હોય છે

આ રચનાને શેર કરો..
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

One Response to હોળી

  1. Nice One Hardik Bhai !!
    Keep Posting 🙂

Leave a Reply