હું, એક પતંગ..!

હું, એક પતંગ,
ઉડ્યાં કરું છું વગર દોરીએ,
હવાની સાથે સાથે..
જોયા કરું છું નવા પ્રદેશ,
નવા લોકો, નવા ચહેરા..
શીખું છું નવી ભાષાઓ, નવા રીત-રિવાજો..
થાય છે કે બસ ઉડ્યાં જ રાખું!
પછી ક્યારેક આજુ-બાજુના પતંગોને જોઇને વિચારું છું,
કોઈ એક દોરી સાથે બંધાઈને સ્થિર થવામાં પણ મજા આવતી હશે, નહિ?!

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

2 Responses to હું, એક પતંગ..!

  1. Nice one ! and welcome back on the blog!

  2. નિરાલી says:

    Thank you!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.