પ્રહાર

આ નાના મોટા જખ્મો કંઈ પીડતા નથી ,
જિંદગી હવે જરા જોરથી પ્રહાર કર..

પીઠમાં ખંજર નહીં પોસાય દોસ્ત મારા ,
આવ સામી છાતી એ ખુલ્લેઆમ વાર કર..

થયો મારો અસ્ત જાણી ખુશ થતાં ન રકીબ ,
પામીશ ઉદય હું ફરી થોડો ઈન્તજાર કર..

મૌત તને આવવું જો હોય તો આવી જા ,
જિંદગી સાથે ન તું અમથી તકરાર કર..

આ પ્રેમ તો છે દોસ્ત બહુ હઠીલો રોગ ,
જશે જીવ સાથે જ , ગમે તે સારવાર કર..

મળવું જ જો હોય તો આવ તું અબઘડી ,
ખોટાં કરી વાયદા ન દિલ બેકરાર કર..

મન મારા માન્યું બસ ! તું હોઇશ ખરો,
બંધ કર દલીલ , ન દિલથી તકરાર કર..

‘શબનમ’ ઉભરો દિલનો પોતે ઠલવાઈ જશે ,
લાગણીની ઓથ તળે શબ્દનો વ્યવહાર કર..

Be Sociable, Share!
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to પ્રહાર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.